કાલાવડમાં પરવાના વગર ફટાકડાના વેપારીઓ દ્વારા ફટાકડાનું વેચાણ શરૂ થતા તંત્ર સામે ઉઠ્યા અનેક સવાલો !!

હિન્દ ન્યુઝ, કાલાવડ

* કાલાવડમાં તંત્રના ભય વગર ગેરકાયદેસર રીતે પરવાના વગર ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓ પર કોની રહેમ નજર ??

* પરવાનો મેળવ્યા વગર વેપારીઓ ફટાકડાનું વેચાણ કરી શકે ખરા ??

* માત્ર હંગામી પરવાના માટે અરજી કરેલ વેપારી પરવાનો મેળવ્યા પહેલા જ ફટાકડાનું વેચાણ શરૂ કરી શકે ખરા??

* શું રાજકીય વગ ધરાવતા ફટાકડા વેપારીઓ સામે કાલાવડ ટાઉન પોલીસ અને મામલતદાર તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે??

* કાલાવડમાં વગર પરવાને ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં રાજકોટ ટી.આર.પી. ગેમ ઝોન જેવો અગ્નિકાંડ બનવા પામશે તો તેની જવાબદારી કોના શિરે?

* કાલાવડમાં પરવાના વગર ફટાકડા વેચાણ કરતા વેપારીઓ પર કાર્યવાહી અનિવાર્ય

* સરકારના નિયમોની એસીતેસી કરી ગેરકાયદેસર ફટાકડા નું વેચાણ ગંભીર અકસ્માતને નોતરી શકે તેવી દહેશત!!

* કાલાવડ મામલતદાર દ્વારા આવા ગેરકાયદેસર રીતે ફટાકડાનું વેચાણ કરતા લેભાગુ વેપારીઓ સામે કાર્યવાહી કરવા સ્થાનિક પોલીસને સુચના આપવામાં આવે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી રાખવી ખૂબ અનિવાર્ય

* પરવાના અને ફાયર સેફટી વગર ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓ વિરુદ્ધ કાલાવડ પોલીસે લાલ આંખ કરવાની તાતી જરૂર

* કાલાવડ મામલતદાર એ કાલાવડ પંથકમાં ફટાકડાનાં કેટલા વેપારીઓને દિવાળી નિમિત્તે હંગામી ફટાકડા વેચવા માટે પરવાનાઓ આપ્યા છે એની વિગતો જાહેર કરવી જોઈએ, જેથી કાલાવાડ નાં લોકોને પરવાના વાળા ફટાકડા વેપારીઓની ઓળખ થવા પામે અને જન સહયોગ થી મોટી દુર્ઘટના ટાળી શકાય


Related posts

Leave a Comment