ચોર્યાસી તાલુકાના સણિયા કણદે ગામે ”સેવા સેતુ કાર્યક્રમ” યોજાયો: ૭૮૩ લાભાર્થીઓએ મેળવ્યા ઘર આંગણે યોજનાકીય લાભો

હિન્દ ન્યુઝ, ચોર્યાસી

રાજય સરકાર દ્વારા નાગરિકોના પ્રશ્નોને તેમના દ્વારે જઈને હલ કરવા સાથે પ્રજાની લાગણી- માગણી- અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા માટે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના સણીયા કણદે ગામે તાલુકા વહીવટીતંત્ર દ્વારા ‘સેવા સેતુ કાર્યક્રમ’ યોજાયો હતો, જેમાં કરાડવા, દેલાડવા, દેવધ, દખ્ખણવાડા, ગોજા, ખંભાસલા, એકલેરા, ખરવાસા, વેડછા, બોણંદ, 

સાબર ગામ, મોહણી, ટીંબરવા ગામના ૭૮૩ લાભાર્થીઓએ ઘરઆંગણે યોજનાકીય લાભો મેળવ્યા હતા. 

                સેવા સેતુમાં રેશનકાર્ડમાં ઈ-કેવાયસીની ૩૧૬ અરજી, રેશનકાર્ડમાં નામ દાખલ, સુધારા- વધારાની ૪૫ અરજી, આવકના દાખલાની ૨૦ અરજી, ડીવમીંગને લગતી ૩૭૫ અરજી સહિત નમોશ્રી યોજના, મિલકત આકારણીનો ઉતારો, જાતિ પ્રમાણપત્ર, આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે લિંક, જન્મ મરણ પ્રમાણપત્ર જેવી જુદી જુદી કુલ ૭૮૩ અરજીઓ મળી હતી. જે તમામનો ૧૦૦% હકારાત્મક ઉકેલ લવાયો હતો. તદુપરાંત ૧૨૦ જેટલા લોકોને ડાયાબિટીસ અને બીપીની ચકાસણી કરી હેલ્થ વેલનેસ કાર્ડ, ૧૮ જેટલા લોકોને મેડિસીન અને જરૂરી સારવાર આપવામાં આવી હતી.

                આમ, રાજ્ય સરકારનો સેવા સેતુ પ્રજાજનોના પ્રશ્નોને સ્થળ પર ઉકેલ લાવવાનું અસરકારક માધ્યમ બન્યો છે. અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ આવી રહ્યું છે. લોકો સરકારી સેવાઓના લાભો ઘર નજીક જ સરળતાથી મેળવી રહ્યા છે.

Related posts

Leave a Comment