હિન્દ ન્યુઝ, કોડીનાર
જંત્રાખડી ગામે સેવાસેતુના ૧૦માં તબક્કાના કાર્યક્રમનો તાલુકા પંચાયત પ્રમુખ અને સદસ્યોની હાજરીમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ૨૪૫૬ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
આ સેવા સેતુ કેમ્પમાં ૧૮૯ હેલ્થ વેલનેસ કાર્ડ, ૧૮૦ મિલકત આકારણીના ઉતારા, ૧૫૧ રેશનકાર્ડ ધારકોની ઈ-કેવાયસી સેવા, ૧૨૦ ભીમ એપ્લિકેશન, ૯૫ ૭/૧૨-૮અના પ્રમાણપત્રો, ૭૫ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં લાભાર્થીના ઈ કેવાયસી, ૩૮ નમોશ્રી યોજના, ૩૨ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, ૨૭ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના જેવી વિવિધ ૨૪૫૬ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમ આગામી તા. ૩૧ ઓક્ટોબર સુધી યોજાવાનો છે. જેમાં નાગરિકો પોતાની સીધી રીતે સ્પર્શતી હોય તેવી યોજનાઓના લાભ મેળવી શકશે અને તેમાં જરૂરી સુધારા-વધારા કરી શકશે.