આણંદ જિલ્લાના રેશનકાર્ડ ધારકોએ ઇ-કેવાયસી કરાવવું ખૂબ જ જરૂરી

હિન્દ ન્યુઝ, આણંદ  

     આણંદ જિલ્લા પુરવઠા અધિકારીના જણાવ્યા મુજબ નેશનલ ફૂડ સિકયોરીટી એકટ-૨૦૧૩ (NFSA-2013) હેઠળ નોંધાયેલા અને નહિ નોંધાયેલા તમામ રેશનકાર્ડ ધારકોએ ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. નેશનલ ફૂડ સિકયોરીટી એકટ-૨૦૧૩ હેઠળ નોંધાયેલ રેશનકાર્ડ ધારકોએ ઘણા સમયથી અનાજ મેળવેલ ન હોય તો તેમનું રેશનકાર્ડ સાઇલન્ટ થઇ જશે. સાઇલન્ટ રેશનકાર્ડની પ્રક્રિયા એ સતત ચાલતી પ્રક્રિયા હોઇ કોઇએ ગેરમાર્ગે દોરાવવાની જરૂર નથી. હાલ તમામ NFSA રેશનકાર્ડધારકોમાંથી સાયલન્ટ થઇ ગયેલા કાર્ડધારકો ઇ-કેવાયસી કરાવે ત્યારબાદ અનાજનો જથ્થો મેળવી શકે છે.

રેશનકાર્ડ ધારકોએ મામલતદાર કચેરી, ગ્રામ પંચાયત ખાતેથી ઇ-કેવાયસી કરાવી શકે છે. આ ઉપરાંત જે રેશનકાર્ડ ધારકો જો ઈચ્છે તો તેમના ઘરે બેઠા બેઠા પણ મોબાઈલના માધ્યમથી તેમના રેશનકાર્ડનું ઇ-કેવાયસી કરી શકે છે. આ માટે ગુજરાત સરકારશ્રી દ્વારા બનાવેલ “MY RATION APPLICATION” ના માધ્યમથી રેશનકાર્ડ ધારકો ઘરે બેઠા બેઠા જાતે જ મોબાઇલમાંથી ફેસ રેકગ્નીશન કરી ઇ-કેવાયસી કરી શકે છે.

રેશનકાર્ડ ધારકોએ ઈ- કેવાયસી કરવા સંબંધે વિડિયો યુટ્યુબ ઉપર: https://youtu.be/rzY6UJrEX9w પર જોવા મળશે.

જે રેશનકાર્ડ ધારકો પાસે એન્ડ્રોઇડ મોબાઇલ ન હોય તો ગામડાઓમાં ગ્રામ પંચાયતના VCE દ્વારા રેશનકાર્ડ ધારકો પોતાના રેશનકાર્ડનું ઇ-કેવાયસી કરી શકે તે પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. તેવા સમયે હાલમાં તથા ભવિષ્યમાં મળનારી સુવિધાઓ બંધ ન થઇ જાય તે માટે આણંદ જિલ્લાના રેશનકાર્ડ ધારકોને તેમના રેશનકાર્ડનું ઇ-કેવાયસી સત્વરે કરાવવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની યાદીમાં વધુમાં ‌જણાવાયું છે.

Related posts

Leave a Comment