કામરેજ તાલુકાના નવાગામમાં પ્રગતિ હેઠળના ૩૩૬ પી.એમ. આવાસોનો ‘કોમ્પ્યુટરરાઈઝ ડ્રો’ યોજાયો

હિન્દ ન્યુઝ, કામરેજ

કામરેજ તાલુકાના નવાગામમાં પ્રગતિ હેઠળના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૩૩૬ આવાસોનો ‘કોમ્પ્યુટરરાઈઝ ડ્રો’ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે કરવામાં આવ્યો હતો. 

                  દલપતરામ ભવન, રામકબીર શૈક્ષણિક સંકુલ, નવાગામ, કામરેજ ખાતે આયોજિત આવાસોના કોમ્પ્યુટરરાઈઝ ડ્રો કાર્યક્રમમાં આવાસ મેળવનારા લાભાર્થીઓ સાથે સંવાદ કરીને મંત્રી પ્રફુલભાઈએ તેમને આવાસ સંકુલમાં સ્વચ્છતા જાળવવાના આગ્રહ સાથે સુખમય જીવનની શુભેચ્છાઓ આપી હતી.

            આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જરૂરિયાતમંદ પરિવારોને પી.એમ. આવાસ યોજના હેઠળ આવાસ છત્ર પુરૂં પાડવાનો સંકલ્પ કર્યો છે, ત્યારે રાજ્યના વંચિત અને ઘરવિહોણા લોકોને પાકું સુવિધાયુકત આવાસ છત્ર મળે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે પી.એમ. આવાસ અને મુખ્યમંત્રી આવાસ યોજનાઓ થકી હજારો આવાસોનું નિર્માણ કર્યું છે; અંત્યોદય પરિવારોને આવા આધુનિક આવાસો આપીને તેમનું જીવન ધોરણ ઊંચું આવે અને તેમને પણ વ્યવસ્થાઓનો લાભ મળે તેવી માળખાકીય સુવિધાઓને સરકારે હંમેશા પ્રાથમિકતા આપી છે.

          આ પ્રસંગે અધિકારીઓ, સંગઠન હોદ્દેદારો અને લાભાર્થી પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment