હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલજીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.
માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર આજે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહિત કરી રહી છે ત્યારે પુરુષાર્થ, કાર્ય નિષ્ઠા અને સમર્પણના બળે સફળતાના શિખરો સર કરનારા અને ઉદ્યોગ સાહસિકતામાં વિશ્વકક્ષાએ ગુજરાતના નામનો ડંકો વગાડનાર તમામ ગુજરાતીઓને આજના દિવસે શુભકામનાઓ પાઠવી.