વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામે સર્વ રોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર

   આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર, તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન તથા જિલ્લા આયુર્વેદ અધિકારી જામનગરના વડપણ હેઠળ કાલાવડ તાલુકાના નાનાવડાળા સરકારી આયુર્વેદિક દવાખાના દ્વારા મેડિકલ ઓફિસર વૈદ્યા દર્શનાબા જાડેજા દ્વારા ખડધોરાજી તા.કાલાવડ ખાતે સર્વ રોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીઓની તપાસ તેમજ નિદાન કરી આયુર્વેદિક પદ્ધતિ મુજબ સારવાર આપવામા આવી હતી. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓને પોષણ તેમજ યોગ્ય દિનચર્યા તથા ઋતૂચર્યા અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી સાથે સાથે કુપોષણ નિવારણ અંગેના પરેજીપત્રકની પત્રિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પનો બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ ઉપરાંત કેમ્પમાં ઉકાળા તેમજ સંશમની વટીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment