હિન્દ ન્યુઝ, જામનગર
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન અને જિલ્લા આયુર્વેદ અધિકારી જામનગરની સુચના અન્વયે ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ખાતે આવેલ આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ધ્રોલ તાલુકાના ખારવા ગામે સર્વેરોગ આયુર્વેદ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મેડિકલ ઓફિસર ડો.જે.પી સોનગરા દ્વારા તમામ લાભાર્થીઓનું આયુર્વેદ પદ્ધતિથી નિદાન અને સારવાર કરવામાં આવી હતી તથા દરેક લાભાર્થીઓનું બ્લડપ્રેશર અને સુગર તપાસ કરી તે વિશે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.તેમજ આયુર્વેદના પ્રચાર પ્રસાર અર્થે દરેક લાભાર્થીઓને સ્વસ્થવૃત વિશે સમજ આપતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.