હિન્દ ન્યુઝ, જામનગર
જામનગરની એમ.પી શાહ મ્યુનિસપલ કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા વિકાસ સપ્તાહ ૨૦૨૪ની ઉજવણીના ભાગરૂપે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
સૌએ એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડીતતા માટે સદાય પ્રતિબધ્ધ રહેવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકર કરવા મન-વચન અને કર્મથી તત્પર રહી દેશના વિકાસ અને કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહેવા અંગે શપથ લીધા હતા.