હિન્દ ન્યુઝ, રાજકોટ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એક મહત્વનું “સેવાસેતુ” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે વાસ્તવમાં પ્રજાલક્ષી અભિયાન સાબિત થયું છે. જેમાં લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભો મળે છે.
રાજકોટના પડધરી ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સેવા સેતુ કાર્યક્રમમાં ૫૦થી વધુ પ્રકારની વિવિધ સરકારની સેવાઓ મળી રહે છે. અને પ્રજાના પ્રશ્નોનું ત્વરિત નિવારણ થાય છે. આ કાર્યક્રમ અન્વયે આશરે ૬૦૦ લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગામની મહિલાઓએ લાભ લીધો હતો.