પોષણ માસ નિમિતે બોરસદના ઝરોલા પી.એચ.સી ખાતે એનેમિયા કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, આણંદ

    પોષણમાસ – ૨૦૨૪ની ઉજવણીનાં ભાગરૂપે આઈ.સી.ડી.એસ બોરસદ ઘટક -૨ અને RBSK ટીમ સાથે સંકલન કરીને બાળવિકાસ યોજના અધિકારી ઘટક ૨ ના માલતીબેન પઢિયારનાં માર્ગદર્શન હેઠળ ઝારોલા પી.એચ.સી ખાતે એનીમિયા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.

આ કેમ્પમાં શાળાએ જતી ૪૨ જેટલી કિશોરીઓનું એચ.બી ટેસ્ટ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સીડીપીઓ માલતીબેન એમ પઢિયાર, મેડીકલ ઓફિસર, સુપરવાઈઝર, પી.એસ.સી. આઈ.સી.ડી.એસ ઘટક ૨, કાર્યકર બહેનો તેમજ કિશોરીઓ હાજરી આપી હતી.

 આ કેમ્પમાં આરોગ્ય વિષયક પોષણ, એનેમિયા અને બાળલગ્ન વિષે સમજ તેમજ વધુ અભ્યાસ અર્થે આઈ.ટી.આઈમાં પુનઃપ્રવેશ કરવા અંગે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ પૂર્ણાશક્તિનાં પેકેટ વિશે સમજણ આપી અને તેમાંથી બનતી વિવધ વાનગીઓનું નિદર્શન પણ કરવામાં આવેલ હતું.

Related posts

Leave a Comment