જામનગર જિલ્લાના તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષકની યાદી જાહેર કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર

    શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવે છે. વર્ષ 2024-25 માટે જામનગર જિલ્લામાંથી તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં જિલ્લા પારિતોષિકમાં જોડિયા તાલુકાની નેસડા પ્રાથમિક શાળામાંથી પનારા ભાવેશભાઈ રામજીભાઈની પસંદગી કરવામાં આવી છે. 

તાલુકા પારિતોષિકમાં જામનગર તાલુકાની શ્રી કૃષ્ણ પ્રાથમિક કુમાર શાળા, ગોકુલપરી, સિક્કામાંથી ધારવીયા દીપકભાઈ લાલજીભાઈની પસંદગી કરવામાં આવી છે. તેમજ લાલપુર તાલુકામાંથી બાઘલા પ્રાથમિક શાળાના ઝાલા રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહની પસંદગી કરવામાં આવી છે. તેમ જિલ્લા શિક્ષણાધિકારી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment