આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પંચાયત વિભાગ હસ્તકના ૫૦ જેટલા રોડ હજી પણ બંધ

હિન્દ ન્યુઝ, આણંદ

   આણંદ જિલ્લામાં ગત દિવસો દરમિયાન થયેલ ભારે વરસાદને કારણે નિચાણવાળા ગામોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે, હજી પણ આવા રસ્તાઓ ઉપરથી પાણી ન હોય આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ૫૦ જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, તેમ કાર્યપાલક ઇજનેર, જિલ્લા પંચાયત દ્વારા જણાવાયું છે.

        કાર્યપાલક ઇજનેર ના જણાવ્યા મુજબ કંસારી કાળી તલાવડી સાયમાં હરિયાણ રોડ, સોખડા વડુચિમાતા રોડ, કંસારી ઇન્દિરા કોલોની પંડ્યા તલાવડી રોડ, નાપા (ત) ખાજીયાવાડી વિસ્તાર રોડ, કઠોલ રાસ રોડ, વહેરાખાડી લગ્નચોરી રોડ, રાસ સિસવા રોડ, કાંધરોટી લક્ષ્મીપુરા રોડ, ગુડેલ ખાખસર રોડ, નવી આખોલ તામસા રોડ, ભાટ તલાવડી મોતીપુરા રોડ, વત્રા રાલેજ રોડ,કાણીસા એપ્રોચ રોડ (ગામતળ), બામણવા ફીણાવ જલસણ રોડ,ભુવેલ એપ્રોચ રોડ,વટાદરા વત્રા રોડ,ભુવેલ બળીયાદેવ થી કાશીયાપુરા રોડ, વટાદરા જનતાનગરી મકવાણા પુરા રોડ, આંબેખડા વિસ્તાર હરીપુરા એપ્રોચ રોડ,ખંભાત ધુવારણ રોડથી કલમસર પાટો વિસ્તાર રોડ, કલમસર પાધરીયા રોડ, એસ.એચ થી વાંટાપુરા કલમસર રોડ, જલુંધ સરદારનગર નીલકંઠપુરા રોડ, વાડોલા ઉંદેલ રોડ,વરસડા કનેવાલ રોડ,કસ્બારા ચિતરવાડા પચેગામ રોડ,ઉંટવાડા મોભા જલ્લા હરિયાણ રોડ,ભંડેરજ યાવરપુરા રોડ,ભંડેરજ એપ્રોચ રોડ,ખણસોલ એપ્રોચ રોડ, દેવા ભળકડ રોડ, તામસા પાંદડ રોડ, ધુવારણ છત્રાબના ગરનાળા રોડ, પાંદડ કોઝવેથી મીતલી રોડ, ડેમોલ વાસણપુરા રોડ, ખંભોળજ કુંજરાવ રોડ, એસ.એચ ટુ ઊંડીસીમ નગરા રોડ, વડગામ શિકોતરમાતા રોડ, નભોઈ એપ્રોચ રોડ (ગામતળ), મોરજ ચિખલીયા રોડ, નાપા વાંટા ઊંટવાડિયાપુરા રોડ, મીલરામપુરા મોટા કલોદરા(મીલરામપુરા ખડા રોડથી સાબરમતી નદી રોડ) (ખડા મોટાકલોદરા રોડથી સાબરમતી નદીને જોડતો રોડ) ૫ કી.મી., મીલરામપુરા વસ્તાણા રોડ, ગલીયાણા એપ્રોચ રોડ, પાદરા જાફરાબાદ રોડ, ચિતરવાડા ચાંગડા રોડ, વલ્લી વાધાતળાવ ગલીયાણા રોડ, રાજવાપુરા વિસ્તાર થી તારાપુર એપ્રોચ રોડ, રાવપુરા સેવરાપુરા રોડ, રાવલી પાડગોલ વાયા સંજાયા તેમ્લીપુરા રોડ બંધ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે.


Advt.

Related posts

Leave a Comment