હિન્દ ન્યુઝ, ભાવનગર
રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર તથા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે ૨૧ જૂન ના રોજ આરએસસી ભાવનગર ના સુંદર પ્રાંગણ મા વોર્ડ કક્ષા ના ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે ૨૧ જૂન ના રોજ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વોર્ડ કક્ષા ના ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ માં યોગ નિષ્ણાંત ની દેખરેખ હેઠળ યોગના વિવિધ આસનો કરાવવામાં આવ્યા અને યોગ નો આપણાં જીવન પર પ્રભાવ અને તેનું મહત્વ સમજાવવામાં આવ્યું. તથા વર્ષ ૨૦૨૪ ની થીમ ‘યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી’ ને વિસ્તૃત રીતે સમજાવી હતી.
આ કાર્યક્રમ માં કીર્તિબેન દાણીધારીયા, પૂર્વ મેયર, હીરાબેન કુકડીયા, કોર્પોરેટર નારી, ઉપેન્દ્રસિંહ ચુડાસમા, કોર્પોરેટર ચિત્રા-ફૂલસર સહિત ના મહેમાનો એ હાજરી આપી તથાયોગા સત્ર માં ભાગ લીધો. તદુપરાંત ભાવનગર શહેર ના સામાન્ય જનો તથા આરએસસી ભાવનગર ના સ્ટાફ મિત્રો એ પણ ભાગ લીધો. સમગ્ર કાર્યક્રમ માં ૨૦૦ કરતાં વધારે લોકો એ ભાગ લીધો હતો.
Advt.