જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે હવે કેસ કઢાવવા માટે દર્દીઓએ લાંબી લાઇનમાં ઉભા નહી રહેવું પડે

હિન્દ ન્યુઝ, જામનગર

       જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખાતે હાલ કેસ કઢાવવા માટે સરકાર તરફથી શરુ કરેલ Nextgen.ehospital પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં Scan & Share સુવિધા ચાલુ કરવામાં આવેલ છે. જેના દ્વારા દર્દીઓને ઓ.પી.ડી કેસ કઢાવવા માટે લાંબી લાઈનમાં ઉભું રહેવાની જરૂર પડશે નહીં.

દર્દીએ પ્રથમ પોતાનું આભા કાર્ડ બનાવવાનું રહેશે જેના સ્ટેપ આ મુજબ છે, તમારા સ્માર્ટ મોબાઈલમાં આભા(ABHA) એપ ડાઉનલોડ કરવી, આધાર કાર્ડના નંબર તેમાં ઉમેરો, આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લીંક હશે તેમાં ઓ.ટી.પી આવશે, ઓ.ટી.પી નાખ્યા બાદ આપનો મોબાઈલ નંબર ઉમેરો, આભા એડ્રેસ નીચે માંથી કોઈ એક પસંદ કરો, તમારું આભા એડ્રેસ અને નંબર આ એપમાં જોવા મળશે જે દ્વારા આપ આ સુવિધાનો લાભ મેળવી શકશો, આભા કાર્ડ બનાવ્યા પછી આપ નીચે મુજબના QR કોડને સ્કેન કરીને આપ કેસની નોંધણી ઘરેથી કરાવી શકશો.

નોંધણી કરાવ્યા પછી તમને એક ટોકન નંબર મળશે જે ૩૦ મિનીટ સુધી ચાલશે.

૩૦ મિનીટની અંદર આપ હોસ્પિટલ પરથી આપનો કેસ આભા કેસબારી પરથી તાત્કાલિક મેળવી શકશો. અને દર્દીને ઓ.પી.ડી કેસ કઢાવવા માટે રાહ જોવી પડશે નહિ.

 

 

 

 

Related posts

Leave a Comment