એસપી કચેરી ખાતે ગવર્નિંગ કાઉન્સિલિંગ કમિટી ની બેઠક યોજવામાં આવી

હિન્દ ન્યુઝ, જસદણ

     રાજકોટ ગ્રામ્ય એસપી કચેરી ખાતે ગવર્નિંગ કાઉન્સિલિંગ કમિટી ની બેઠક યોજવામાં આવી આ બેઠક રાજકોટ રેજ આઈજી અશોકકુમાર યાદવ ની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ. જેમાં રાજકોટ એસપી જયપાલસિંહ રાઠોડ, ડીવાયએસપી રત્નું, કલેકટર ની કચેરીના પ્રતિનિધિ, ડીઓ ના કચેરીના પ્રતિનિધિ, આરટીઓ અધિકારી સહિત તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા તેમજ પદ અધિકારીઓમાંથી જસદણ થી પંકજભાઈ ચાંવ તેમજ ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન ભાનુભાઈ મહેતા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આ સમિતિમાં મહિલા સશક્તિકરણ વિધાર્થી વિદ્યાર્થીનીઓને નાનપણથી જ ટ્રાફિક નિયમોના પાલન સ્વરક્ષા તેમજ વિવિધ પ્રવૃત્તિ માટે કરેલ કર્યોની ચર્ચા કરવામાં આવેલ. વધુમાં આવનારા વર્ષમાં વિસ્તૃત કર્યો કરાશે એ માટેની ચર્ચાઓ કરવામાં આવેલ. આ કાર્યક્રમનું સંચાલન ડીવાયએસપી રત્નું દ્વારા કરવામાં આવેલ.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment