હિન્દ ન્યુઝ, જામનગર
સમગ્ર રાજ્યમાં અત્યારે ”સ્વચ્છતા હી સેવા અભિયાન” માં બહોળી સંખ્યામાં નાગરિકો ભાગ લઈ રહ્યા છે. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના જાહેર માર્ગોની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં પદાધિકારીઓ અને સ્થાનિક ગ્રામજનો જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, આગામી તા.18 નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં દિવાળીના ફટાકડાના કચરાનો નિકાલ અને જાહેર માર્ગોની સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે.