જીલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને ‘પર્યટન પર્વ’ની ઉજવણી અંગે મિટિંગ યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     રમતગમતયુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગગાંધીનગર તેમજ કમિશનરયુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે જિલ્લામાં તારીખ ૦૪/૦૬/૨૦૨૩ના રોજ ચોપાટી ગ્રાઉન્ડ, રાજેન્દ્ર ભુવન રોડ ખાતે પર્યટન પર્વની રંગેચંગે ઉજવણી થનાર છે ત્યારે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને પર્યટન પર્વની ઉજવણી અંગે મિટિંગ યોજાઈ હતી.

આ પર્યટન પર્વ એ કલાને માણવાનો અનોખો અવસર છે જેમાં ગીર સોમનાથની જનતા ગુજરાતના નામાંકિત કલાકારો-કલાવૃંદોની કલા મનભરી માણશે. આ મિટિંગમાં કલેક્ટરએ કાર્યક્રમના સુચારૂ અને સુગમ આયોજન અંગે શીર્ષ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

મિટિંગમાં કલેક્ટરએ જરૂરી પોલીસ બંદોબસ્ત તેમજ ટ્રાફિક નિયમન અને નગરપાલિકાને હોર્ડિંગ્સ તેમજ સ્વચ્છતા અંગે સૂચન કર્યા હતાં. ઉપરાંત કાર્યક્રમને અનુલક્ષી જરૂરી એવા પીજીવીસીએલ સહિત સંબંધિત તમામ વિભાગને સંકલનમાં રહી જરૂરી માર્ગદર્શન પૂરુ પાડવા સૂચન કર્યુ હતું.

આ મિટિંગમાં અધિક કલેક્ટર બી.વી.લિંબાસિયા, યુવા વિકાસ અધિકારી હરેશ મકવાણા, પુરવઠા અધિકારી રાહુલ ગમારા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

Leave a Comment