શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા 11 લાખ વૃક્ષારોપણ મહાઅભિયાનના દ્વિતીય તબક્કાનો તા.28મે થી પ્રારંભ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

ગીર સોમનાથ જીલ્લામાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ૧૧ લાખ વૃક્ષો ખેડતોને વિનામૂલ્યે વિતરણ કરવાનો વૃક્ષારોપણ અંગેનો અત્યંત મહત્વપૂર્ણ અને પર્યાવરણલક્ષી પ્રોજેકટ આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ ગત વર્ષે ૯૫૦૦૦ વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે બાકીના તાલુકાઓમાં તા.૨5 ૦૫–૨૦૨૩ થી વૃક્ષારોપણ માટેના રોપા વિતરણનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે જેની શરૂઆત સુત્રાપાડા તાલુકાથી કરવામાં આવનાર છે.

કોરોનાકાળમાં સૌએ વૃક્ષોની અગત્યતા સમજી છે, ઉપરાંત ગીર-સોમનાથ જિલ્લામાં તૌકતે વાવાઝોડામાં થયેલ વૃક્ષોનું નુકસાન વિગેરે બાબતોને ધ્યાનમાં રાખીને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર-સોમનાથ જીલ્લાની ૧૧ લાખની વસ્તી મુજબ જીલ્લામાં ૧૧ લાખ વૃક્ષોનું વિતરણ કરી ખેડુતો દ્વારા તેનો ઉછેર કરવામાં આવે અને એ પણ ફળાઉ વૃક્ષો વિના મુલ્યે આપવામાં આવે, ખેડુતને તેનાથી આવક પણ થાય તેવો કલ્યાણકારી પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. આ મહત્વપૂર્ણ પ્રોજેકટ માટે ટ્રસ્ટ દ્વારા જીલ્લાના ગામેગામ ખેડુતોનો સંપર્ક કરી ખાતેદાર ખેડતોને વૃક્ષારોપણ પ્રોજેકટનો લાભ લેવા માટે ફોર્મ ભરાવી જરૂરી વિગતો એકઠી કરવામાં આવી હતી અને ગત વર્ષે ગીર-ગઢડા તેમજ તાલાલા તાલુકામાં ૯૫૦૦૦ જેટલા વૃક્ષોનું વિતરણ ખેડુતોને કરવામાં આવ્યું હતું.


આ 2 તાલુકા સિવાયના ઉના, કોડીનાર, સુત્રાપાડા, વેરાવળ તાલુકામાં જે વૃક્ષોનું વિતરણ બાકી છે તે તમામ તાલુકાઓમાં તા.૨૮-૦૫-૨૦૨૩ થી બીજા તબક્કામાં વૃક્ષોના (રોપાનું) વિતરણ શરૂ કરવામાં આવનાર છે. જે ખેડુતોએ વૃક્ષો માટેના રોપા મેળવવા માટે અગાઉ ફોર્મ ભરેલ છે. તેઓને ટ્રસ્ટના કર્મચારીઓની ટીમ સંપર્ક કરી વૃક્ષારોપણ માટેના રોપા આપીને આ મહા વૃક્ષારોપણ પ્રોજેકટનો પ્રારંભ કરનાર છે, જે પણ લાભાર્થીઓને ટ્રસ્ટ તરફથી આ વિનામુલ્યે રોપા મળે તેને ભગવાન સોમનાથજીની પ્રસાદી સ્વરૂપે સ્વીકારી તેનું જતન કરી સારી રીતે ઉછેર કરવામાં આવે તેવી ટ્રસ્ટની આગ્રહભરી વિનંતી છે. આ ફળાઉ વૃક્ષોના ઉછેરથી ખેડૂતોને પણ આર્થિક લાભ થાય તેવો શુભહેતુ શ્રી સોમનાથ ટ્રસ્ટનો છે.

Related posts

Leave a Comment