ભાવનગરમાં એમ. જે. કોમર્સ કોલેજ ખાતે ૧૦ માર્ચના રોજગાર ભરતી મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી- ભાવનગર તથા શ્રી એમ. જે. કોમર્સ કોલેજ- ભવનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૪ એકમો (કંપની) માં એક્સપોર્ટ મેનેજર, એચ. આર., ઓફિસ એક્સિક્યુટિવ, ડિજિટલ માર્કેટિંગ એક્સિક્યુટિવ, ટ્રેની, પ્લાન્ટ ઓપરેટર, સિફ્ટ, ઇન્ચાર્જ, ઇલેક્ટ્રિશિયન, ફિટર, સ્ટોર ઇન્ચાર્જ, આસી. એચ. આર., રિલેશનશીપ મેનેજર જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે.

જેમાં ૧૦ પાસ, આઈ ટી આઈ, ૧૨ પાસ તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા. ૧૦/૦૩/૨૦૨૩ (શુક્રવાર), સમય: સવારે ૧૧:૦૦ કલાકે, શ્રી એમ. જે. કોલેજ ઓફ કોમર્સ, “વિવેકાનંદ હૉલ”, વિદ્યાનગર, ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૫ (પાંચ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી- ભાવનગરની યાદીમાં જણાવવામાં આવે છે.

Related posts

Leave a Comment