નાગ્રેચા પરિવારનું નામ રોશન કરતી દીકરી રાશી

હિન્દ ન્યુઝ, જુનાગઢ 

જુનાગઢ વીરદાદા જસરાજ જીની ૯૬૫ પુણ્યતિથિ નિમિત્તે સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના જુનાગઢ નગર દ્વારા શ્રી જશરાજદાદા ખેલોત્સવ 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્પર્ધામાં વેશભૂષા સ્પર્ધામાં નાગ્રેચા રાશી ભાવેશભાઈ પણ ભાગ લીધો હતો. જેમની ઉમર માત્ર ૪.૫ ની જ છે જેમાં રાશિબેને શબરીબાઈ નું પાત્ર ભજવ્યું હતું. સ્પર્ધાના અંતે જ્યારે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું ત્યારે રાશિ બહેનો જુનિયર સ્પર્ધકમાં બીજો નંબર આવતા નાગ્રેચા પરિવાર હર્ષની લાગણી અનુભવે છે અને દીકરી રાશિને શુભકામના પાઠવે છે. આવી જ રીતે જ્ઞાતિ સમાજ અને રાષ્ટ્રનું નામ રોશન કરો એવા આશીર્વાદ આપ્યા હતા સાથે સાથે સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના હોદ્દેદારોનો અને નિર્ણાયકોનો અને મેનેજમેન્ટ અને ટીમવર્ક નો પણ આભાર માને છે.

રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જૂનાગઢ

Related posts

Leave a Comment