રાજકોટ શહેર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૦ અંતર્ગત. જળસંચયના કામો ચોમાસા પૂર્વ પુર્ણ કરવા તાકીદ કરાઇ છે : કલેકટર રેમ્યા મોહન

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૮.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સમીક્ષા બેઠકમાં કલેકટર આ યોજનામાં સંબંધિત વિભાગોના અધિકારીઓને જણાવ્યું હતું કે આગામી ચોમાસા પહેલા કામો ઝડપી પૂર્ણ કરવા તાકિદ કરી હતી. આ તકે તેઓએ જન ભાગીદારીવાળા કામો વધુ ને વધુ થાય તે માટે હિમાયત કરી હતી. આ યોજનાના નોડલ ઓફિસર અને કાર્યપાલક ઇજનેર વિજયભાઈ વોરાએ કામગીરીની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે હાલ જિલ્લામાં ૮૦ કામો પ્રગતિમાં છે. જેમાં ૨૪ જેસીબી, ૧૦૮ ડમ્પર/ટ્રેકટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ૬૨૫૧ જેટલા શ્રમિકો કામગીરી કરી રહ્યા છે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.પટેલ, નિવાસી અધિક કલેકટર પરિમલભાઈ પંડ્યા, પ્રાંત અધિકારીઓ તેમજ આ યોજનાના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment