રાધનપુર શબ્દલપુરા પાસે સર્જાયો અકસ્માત

હિન્દ ન્યુઝ, રાધનપુર 

પાટણ જિલ્લાના રાધનપુર ના શબ્દલપુરા ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળે યુવાન નું મોત નીપજતા પરિવારજનો માં માતમ છવાયો. યુવક બાઈક લઇ પોતાના ઘરે જતા રાધનપુર થી મહેસાણા હાઇવે શબ્દલપુરા પાટિયા નજીક અકસ્માત થતાં યુવક મોત ને ભેટ્યો.

સાંતલપુર આરોગ્ય વિભાગ નો આરોગ્ય કર્મચારી પિયુષ પ્રજાપતિ પોતાના ઘર તરફ બાઈક લઈને જઈ રહ્યા હતા. તે સમય શબ્દલપુરા ના પાટિયા પાસે બાઈક માં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત દરમિયાન યુવાન નું મોત નીપજ્યું હતું. અકસ્માત કેવી રીતે થયો ? શું વાહન હતું ? તે કારણ અકબંધ વિગતો બહાર આવી નથી પરંતુ અકસ્માત બાદ યુવક ની લાશ ને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા પરિવારજનો ને જાણ થતાં પરિવારજનો રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment