ભાવનગર શહેરકક્ષા/ગ્રામ્યકક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધા યોજાશ

હિન્દ ન્યુઝ, ભાવનગર

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરનાં ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી, ભાવનગર સંચાલિત ભાવનગર શહેર કક્ષા અને ગ્રામ્યકક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે.

તા.૨૫/૦૯/૨૦૨૨ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, ભાવનગર ખાતે ફોર્મ મેળવીને જરૂરી માહિતી ભરીને પ્રવેશપત્ર પરત મોકલી આપવાના રહેશે.

આ સ્પર્ધામાં લોકનૃત્ય, સમૂહગીત, લગ્નગીત, લોકગીત, એકપાત્રીય અભિનય, વકતૃત્વ, ભજન, લોક વાર્તા, લોકવાદ્ય સંગીત, નિબંધ, ચિત્રકલા, સર્જનાત્મક કારીગરી, દોહા-છંદ-ચોપાઈની સ્પર્ધા યોજાશે.

શહેરકક્ષા/ગ્રામ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવનાર સૌરાષ્ટ્ર ઝોનમાં ભાવનગર શહેર/ગ્રામ્યનું પ્રતિનિધિત્વ કરશે.

આ સ્પર્ધામાં અગાઉ જણાવ્યા મુજબ ૭ થી ૧૪ વર્ષના બાળ કલાકારો માટેની સ્પર્ધાઓ ત્રણ વિભાગમાં યોજાનાર હતી પરંતુ વડી કચેરીના છેલ્લા તા.૨૯/૦૩/૨૦૦૭ નાં ઠરાવ મુજબ નિયમોને ધ્યાને લઈ ૭ થી ૧૩ વર્ષના બાળ કલાકારો માટે (અ, બ અને ખુલ્લો) સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.

બાળપ્રતિભા શોધ સ્પર્ધા વિશે વધારે માહિતી માટે જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, બહુમાળી ભવન, એનેક્ષી બિલ્ડીંગ, જી-૨, ભાવનગર ખાતે સંપર્ક કરવો તથા રમત ગમત કચેરીના બ્લોગ એડ્રેસ dsosportsbvr.blogspot.com પરથી પણ માહીતી મેળવી શકાશે.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડો હકીમ ઝવેરી

Related posts

Leave a Comment