હિન્દ ન્યુઝ, ભાવનગર
આજે સમગ્ર વિશ્વમાં જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તેવાં અવસરે ગુજરાત રાજ્યમાં પણ આઝાદીના ૭૫ વર્ષને ધ્યાનમાં રાખીને ૭૫ આઇકોનિક જગ્યાઓ ખાતે યોગ કરવામાં આવ્યાં હતાં. ભાવનગરમાં પણ હાથબ બંગલો, નિલમબાગ પેલેસ અને વેળાવદર નેશનલ પાર્ક ખાતે યોગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ સાથે ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના ક્રિકેટ મેદાન ખાતે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી અને સીદસર ખાતે આવેલાં સ્પોર્સ્હ ગ્રાઉન્ડ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી આર.સી. મકવાણા અને સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળની ઉપસ્થિતિમાં યોગદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી