નાયબ બાગાયત નિયામક જે.ડી.વાળા સહિત અન્ય મહાનુભાવોના હસ્તે બોટાદ જિલ્લાના અનુસુચિત જાતિના ૭૫ ખેડૂતોને હાઇબ્રિડ શાકભાજીની કિટ્સનું વિતરણ કરાયું

હિન્દ ન્યુઝ, બોટાદ 

બોટાદ જિલ્લાની નાયબ બાગાયત નિયામક ગુની કચેરી દ્વારા તાજેતરમાં ગઢડાના સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના અનુસુચિત જાતિના ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ યોજનાઓની જાણકારી મળી રહે તે હેતુસર એક દિવસીય શિબીર તેમજ હાઇબ્રિડ શાકભાજીની કિટ્સના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

          આ પ્રસંગે નાયબ બાગાયત નિયામક જે.ડી.વાળા, બાગાયત અધિકારી સી.એન.પટેલ અને આર.એમ.પટેલીયાએ રાજ્યમાં અમલી બાગાયત વિભાગની જનકલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત જાણકારી પુરી પાડીને સરકારની અનેકવિધ યોજનાઓનો સમયસર લાભ લેવાની હિમાયત કરી હતી.વધુમાં તેઓએ જાણકારી આપતાં કહ્યું કે, પરંપરાગત ખેતીને બદલે વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી કરવાથી ઓછી મહેનતે વધુ આવક મેળવી શકાય છે. કોઇપણ ખેડૂતને બાગાયતી ખેતી કરવાં કોઇ માર્ગદર્શનની જરૂર પડે તો બોટાદ નાયબ બાગાયત નિયામકની કચેરીનો સંપર્ક સાધવા પણ જણાવ્યું હતું. 

     આ અવસરે નાયબ બાગાયત નિયામક જે.ડી.વાળા સહિત અન્ય મહાનુભાવોના હસ્તે બોટાદ જિલ્લાના અનુસુચિત જાતિના ૭૫ ખેડૂતોને હાઇબ્રિડ શાકભાજીની કિટ્સનું વિના મૂલ્યે વિતરણ કર્યું હતું. આ વેળાએ જિલ્લા-તાલુકાના અગ્રણી કિશોરભાઇ માકેશા, દિનેશભાઇ સાગઠિયા, હસમુખભાઇ પરમાર અને ચેતનભાઇ સહિત મોટી સંખ્યામાં અનુ.જાતિના ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment