મહીસાગર જિલ્લા આયોજન મંડળની બેઠક જિલ્લા પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાઈ

હિન્દ ન્યૂઝ, મહીસાગર

મહીસાગર જિલ્લા આયોજન મંડળની વર્ષ- ૨૦૨૨-૨૩ ના આયોજન માટેની બેઠક જિલ્લાના વડા મથક લુણાવાડામાં જિલ્લા કલેકટર કચેરી ના સભાખંડ ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી અને ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં અને રાજ્ય મંત્રી અને સંતરામપુર ધારાસભ્ય કુબેરભાઇ ડીંડોર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ રમીલાબેન ડામોર, પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશભાઇ સેવક, ઈન્ચાર્જ જિલ્લા કલેકટર કે.ડી.લાખાણી
તમામ તાલુકા તેમજ નગરપાલીકા પ્રમુખ ઓની ઉપિસ્થિતિમાં યોજાઇ હતી.આ પ્રસંગે પ્રભારી મંત્રીએ જણાવ્યું કે, કરવાના થતા કામોની ઝડપથી મંજુરી મેળવી વહેલી તકે કામ પુરા થાય તેવું આયોજન કરવાનું છે, સરકાર ગ્રાન્ટ આપે છે તો કામની ક્વોલીટી જળવાવી જોઇએ. પ્રજાલક્ષી કામો ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં પૂર્ણ કરો ” જિલ્લાના વિકાસના કામો સારી રીતે થાય તે માટે ધારાસભ્યઓ,જિલ્લા/તાલુકા પ્રમુખઓની જવાબદારી છે. તમામ પદાધિકારીઓએ પોતાના વિસ્તારમાં થતા કામોની મુલાકાત લઈ નિહાળવા જોઈએ. તે માટે જિલ્લાના વહીવટી તંત્રને અનુરોધ કરતા જિલ્લા પ્રભારી મંત્રીના પરામર્શમાં રહી ગાઇડ લાઇન પ્રમાણે કામો હાથ ધરવા રચનાત્મક સૂચનો કર્યા હતા. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે તમામ અમલીકરણ અધિકારીઓ પોતાના ટેકનીકલ સ્ટાફને સાથે રાખીને કામો કરે. રસ્તા,પાણી વિગેરેના કામો શરૂ કરતા પહેલા યોગ્ય ચકાસણી કરીને શરૂ કરવા જેથી સરકારના નાણાંનો વ્યય ન થાય. તે જોવા સુચન કર્યું હતું.


આ બેઠકમાં અગાઉ મળેલ જિલ્લા આયોજન મંડળની બેઠકની કાર્યવાહી નોંધની બહાલી, વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈ સામે મહીસાગર જિલ્લા માટે સને ૨૦૨૨-૨૩ ના વર્ષમાં તાલુકા કક્ષા, નગરપાલિકા કક્ષા, જિલ્લા કક્ષા હેઠળ મળવાપાત્ર રકમ સામે નવીન આયોજન મંજુર કરવા, બક્ષીપંચ જોગવાઈ હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩ નું નવીન આયોજન મંજુર કરવા, વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળની વિવિધ જોગવાઈઓ હેઠળ મંજુર કરેલ વર્ષ ૨૦૧૯-૨૦, ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ ના માહે એપ્રિલ -૨૦૨૨ અંતિત બાકી કામોની સમીક્ષા તેમજ સાંસદની જોગવાઇ હેઠળ મંજુર થયેલ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ તાલુકાની તાલુકા આયોજન સમિતિઓ અને નગરપાલીકા મારફતે ૧૫ ટકા વિવેકાધિન જોગવાઇના રજૂ થયેલ આયોજન પરત્વે મળવાપાત્ર જોગવાઇ સામે આ બેઠકમાં રૂા.૮૭૫ લાખની જોગવાઈઓના કુલ ૧૦૮૨ કામોની સેધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં ઇનચાર્જ જિલ્લા કલેક્ટર કે.ડી.લાખાણીએ બેઠકની શરૂઆતમાં પ્રભારી મંત્રીનું સ્વાગત કર્યું હતું, આભાર દર્શન આયોજન અધિકારી ગૃપ્તાએ કર્યું હતું. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર સુથાર, ડી.આર.ડી.એ ડાયરેક્ટર જે.કે.જાદવ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખઓ, નગરપાલીકાના પ્રમુખઓ, પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લા અને તાલુકાનાં સંબધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ જોડાયા હતા.

રિપોર્ટર : દિનેશ પરમાર, મહીસાગર

Related posts

Leave a Comment