હિન્દ ન્યુઝ, ભાવનગર
ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના ૨૦૨૨-૨૩ હેઠળ સ્વરોજગારલક્ષી સાધનો – કિટ્સ મેળવવા ઇચ્છતા અને સરકારએ ઠરાવેલ માપદંડો ધરાવતા અરજદારઓએ તા.૧૫-૦૫-૨૦૨૨ સુધીમાં http://e-kutir.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી સાથે જરૂરી ડોક્યુમેન્ટસ પણ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. અધુરી મળેલ અરજી દફતરે કરવામાં આવશે. સરકાર દ્વારા નક્કી થયેલ માપદંડ મુજબ અરજદારના કુટુંબની આવક શહેરી વિસ્તારમાં ૧૫૦ લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧.૨૦ લાખ કરતા ઓછી હોવી જોઇએ, જાહેરાતની તારીખે ઉંમર ૧૬ વર્ષથી ઓછી નહીં અને ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ. અગાઉના વર્ષોમાં અરજદાર કે કુટુંબના સભ્યોએ સરકારની અન્ય ખાતા કે એજન્સીમાંથી આ પ્રકારની યોજનાનો લાભ મેળવેલ નવી જોઇએ. આ યોજનાનો લાભ કુટુંબમાંથી એક જ વ્યકતિને ફક્ત એકવાર જ મળવા પાત્ર છે. આ યોજના સંદર્ભે વધુ માહિતી માટે ઉપરોક્ત વેબસાઇટ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, વિદ્યાનગર, બી.પી.ટી.આઇ કોલેજ સામેનો સંપર્ક કરવાનો રહેશે.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી