હિન્દ ન્યુઝ, મોરથલ
મોરથલ પ્રાથમિક શાળાના બાળકોને પ્રિતી ભોજન નુ આયોજન સ્કૂલના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. થરાદ ના મોરથલ પ્રાથમિક શાળામાં પ્રિતી ભોજન યોજાયું. થરાદ તાલુકાના મોરથલ પ્રાથમિક શાળામાં શિક્ષકો ચીરાગભાઈ, વિક્રમભાઈ, હરેશભાઈ દ્વારા શાળાના બાળકો તિથિ ભોજન આપવામાં આવ્યું જેમાં મોહનથાળ, દાળભાત, પુરી શાક આપવામાં આવ્યું. આ પ્રંસંગે ગામના યુવાનો અને શાળાના શિક્ષકો, આચાર્ય હાજર રહ્યા હતા.
રિપોર્ટર : દિનેશભાઈ માળી, મોરથલ