હિન્દ ન્યુઝ, ઉના
ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી તથા મદદનીશ પોલીસ અધિક્ષક, ઓમ પ્રકાશ જાટના માર્ગદર્શન મુજબ કોરોના મહામારી ના સમયમાં લોકોને માસ્ક પહેરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ગીરગઢડા પો.સ્ટે.ના પી.એસ.આઇ.અઘેરા તથા પો.સ્ટાફ સાથે ગીર ગઢડા પોસ્ટે વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન હાલના સમયના વધતા જતા કોરોના કેસો નું નિયંત્રણ લાવવા અને સાવચેતી ના હેતુ થી ગીર ગઢડા પોલીસ દ્વારા વગર માસ્ક ના નીકળેલ લોકોને માસ્ક પહેરાવીને સરાહનીય કામગીરી કરવામાં આવેલ હોય અને લોકોને અપીલ કરવામાં આવેલ હોય કે પોતાની સલામતી તેમજ બીજા લોકોની સલામતી માટે માસ્ક અવશ્યક પહેરો તેમજ સહકાર આપવા જણાવવામાં આવેલ છે.
રિપોર્ટર : હર્ષદ વાઢેર, ઉના
