પાટણ એ.પી.એમ.સી.ના ઑડિટોરીયમ હૉલ ખાતે માર્ગ અને મકાન મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે જિલ્લાના વિવિધ ૦૭ વિકાસકાર્યોનું લોકાર્પણ કરાશે

હિન્દ ન્યુઝ, પાટણ

          સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત તા.૨૯ ડિસેમ્બરના રોજ માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે જિલ્લાના કુલ રૂ.૧૩૭.૧૧ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા વિવિધ ૦૭ જેટલા વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. સાથે જ રૂ.૭૦ લાખના ખર્ચે હારીજ માર્કેટયાર્ડ રોડને પહોળો કરવાની કામગીરીનું ખાતમૂર્હૂત પણ કરવામાં આવશે. પાટણ એ.પી.એમ.સી.ના ઑડિટોરીયમ હૉલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) હસ્તકના રૂ.૮૫૩.૪૬ લાખના ખર્ચે બનેલા મણીયારી-મીઠીઘારિયાલ રોડ પર આવેલા પુષ્પાવતી નદી પરના બ્રીજ, રૂ.૫,૦૧૫ લાખના ખર્ચે ચારમાર્ગીયકરણ કરવામાં આવેલા હારીજ-પાટણ સ્ટેટ હાઈવે, રૂ. ૩,૯૩૭.૪૬ લાખના ખર્ચે ચારમાર્ગીયકરણ કરવામાં આવેલા પાટણ-ઉંઝા સ્ટેટ હાઈવે તથા ચાણસ્મા-પાટણ-ડીસા સ્ટેટ હાઈવે પર આવેલા સરસ્વતી નદી પરના ચાર માર્ગીય બ્રીજનું લોકાર્પણ કરવામાં આવશે. સાથે સાથે મંત્રી દ્વારા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના રૂ.૧૩૮ લાખના ખર્ચે બનેલા કુણઘેર-ચામુંડાપુરાના નવીન રોડ, રૂ.૬૪ લાખના ખર્ચે રિસર્ફેસ કરવામાં આવેલા સોજીંત્રા-જાખાના રોડ તથા રૂ.૬૫ લાખના ખર્ચે રિસર્ફેસ કરવામાં આવેલા કમાલપુર-દેલાણા રોડનું લોકાર્પણ કરવામાં આવશે.

Related posts

Leave a Comment