બોટાદ જિલ્લાના ઢસા ગામ ખાતે ૨૪ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ જુના વાહનોના ફીટનેશ (પાસીંગ) તેમજ રીન્યુઅલ રજિસ્ટ્રેશન માટે કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ જિલ્લાના ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહન ખરીદનાર મોટરીંગ પબ્લીક જોગ જણાવવાનું કે આગામી તા.૨૪/૧૨/૨૦૨૧ ના રોજ જુના વાહનોના ફીટનેશ (પાસીંગ) તેમજ રીન્યુઅલ રજિસ્ટ્રેશન અંગેની કામગીરીનો કેમ્પ પંચદીપ કોટન ઈન્ડસ્ટ્રીસ, ગઢડા રોડ, ઢસા ગામ ખાતે સવારે ૯ કલાકથી ૧૧-૦૦ કલાક સુધી રાખવામાં આવેલ હોઈ જેમાં તમામ સબંધિત લોકોએ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

રિપોર્ટર : આનંદ સરસાવા, બોટાદ

Related posts

Leave a Comment