ઓખા નગરપાલિકા માં સુરજકરાડી શીશુમંદિર ખાતે સેવાસેતુ નો કેમ્પ યોજાયો

ઓખા નગરપાલિકા માં સુરજકરાડી શીશુમંદિર ખાતે સેવાસેતુ નો કેમ્પ યોજવામાં આવ્યો છે જેમાં રાજ્યસરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સેવા સેતુ નો સાતમા તબક્કાનો કાર્યક્રમ સમગ્ર રાજ્ય ની અંદર ચાલુ થયો છે ત્યારે ઓખા નગરપાલિકા માં સેવા સેતુ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં વૉર્ડ સુરજકરાડી અને આરંભડા વિસ્તાર ના નગરજનો એ લાભ લીધો હતો. જેમાં જુદા જુદા કેમ્પ રાખવામાં આવ્યા હતા. માં અમૃતમકાર્ડ, રેશનકાર્ડ, આવક ના દાખલા જન્મ મરણ ના દાખલા વિધવા સહાય જેવા કેમ્પ રાખવામાં આવ્યા હતા અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા 100 ટકા કોરોના મુક્ત કરવાં માટે અભિયાન ચાલવામાં આવે છે ત્યારે ઓખા નગરપાલિકા માં સીસુ મંદિરખાતે સેવાસેતુ નો સાતમો તબકો રાખવામાં આવ્યો છે. રસીકરણ કેમ્પ પણ ત્યાં રાખવામાં આવ્યો. ઓખા નગરપાલિકા પ્રમુખ ઉષાબેન સુરેશભાઈ ગોહિલ દ્વારા દીપ પ્રગટાવી ને કાર્યક્રમ ને ખુલો મુકવામાં આવ્યો હતો. મહેમાનનો નું ફુલહાર થી સ્વાગત કરવામાં જેમાં ઓખા નગરપાલિકા ચીફ ઓફિસર તથા નગરપાલિકા પ્રમુખ ઉષાબેન ગોહિલ, ઉપપ્રમુખ કાદરભાઈ મલેક, કારોબારી ચેરમેન રાજુભાઇ કોટક તથા ઓખા નગરપાલિકા ના તમામ ચૂંટાયેલા પાંખ, સંગઠન ની પાંખ તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો આગેવાનો હાજર રહ્યા હતા.

રિપોર્ટર : ગોંડલીયા, મીઠાપુર

Related posts

Leave a Comment