ગીર સોમનાથ જિલ્લાના એડવોકેટ એન્ડ નોટરી એશો. દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું

હિન્દ ન્યુઝ, વેરાવળ

કેન્દ્ર સરકારે તાજેતરમાં જ નોટરી અંગે ડ્રાફ્ટ એમેન્ડમેન્ટ કરતા નોટરી વકીલોનું રજીસ્ટ્રેશન હવે 15 વર્ષ જ રહેશે અને ત્યાર બાદ રેન્યુ પણ નહીં થાય તેવા સુધારા કરતા વય મર્યાદાનો પણ આ ડ્રાફ્ટ એમેન્ડમેન્ટમા ઉલ્લેખ ન હોય જેથી વકીલ આલમમાં રોષ છવાયો છે તેમજ નોકરીના હકો ઉપર કોઇને તરાપ મારવાનો અધિકાર નથી જેથી સરકારનો આ ડ્રાફ્ટ એમેન્ડમેન્ટ પરત ખેંચવા ગુજરાત રાજ્યમાં વિરોધ શરું થઈ ગ્યેલ છે. ગીર સોમનાથ જિલ્લા એડવોકેટ એન્ડ નોટરી એસોસિયેશન દ્વારા ડ્રાફ્ટ એમેન્ડમેન્ટ પરત ખેંચવા આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર : હારૂન માનવતા, પ્રભાસ પાટણ

Related posts

Leave a Comment