ગીર-સોમનાથમાં ગ્રામપંચાયતોની ચૂંટણી પ્રક્રિયાના દિવસ દરમિયાન સભા સરઘસ પર પ્રતિબંધાત્મક જાહેરનામું

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

રાજયના ચૂંટણી પંચ તરફથી તા.૨૨/૧૧/૨૦૨૧ના રોજ પ્રસિધ્ધ કરાયેલ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તા.૧૯/૧૨/૨૦૨૧ના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. મતદાનના દિવસે મતદાન મથક આજુબાજુ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિત જળવાઈ રહે અને મતદારો શાંતિપૂર્વક મતદાન કરી શકે માટે મતદાન મથકની ૧૦૦ મીટરની ત્રિજયામાં ચાર થી વધુ વ્યકિતઓની મંડળી ભરવા ઉપર તેમજ સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા છે.

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.વી.લીંબાસીયાને મળેલ સત્તાની રૂઇએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૩) હેઠળ ગીર સોમનાથ જિલ્લામા ડિસેમ્બર–૨૦૨૧માં યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે નકકી કરવામાં આવેલ તમામ મતદાન મથકોથી ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં તા.૧૯/૧૨/૨૦૨૧ના રોજ સવારના ૦૬-૦૦ થી સાંજના મદતાનની તમામ પ્રક્રિયા પૂર્ણ થતા સુધી ચાર કરતા વધારે વ્યકિતઓની મંડળી કોઈએ ભરવી નહી કે બોલાવવી નહી કે સરઘસ કાઢવુ નહી અને એકઠા થવુ નહી. આ જાહેરનામુ સરકારી નોકરીમાં અથવા તેમની ફરજની રૂઈએ રોજગારીમાં હોય તેવી વ્યકિતઓને, ફરજ ઉપર હોય તેવા બિન પોલીસ દળો જેવા કે ગૃહરક્ષક દળ, ગ્રામરક્ષક દળ, જી.આઇ.એસ.એફ, ફોરેસ્ટ, કસ્ટમ, સેન્ટ્રલ એકસાઈઝ, એન.સી.સી. વગેરે કે જેને ખાસ પોલીસ અધિકારીના અધિકારો એનાયત થયેલ હોય તેવી વ્યકિતઓને લાગુ પડશે નહિ સામાજિક પ્રસંગની પરિસ્થિતિમાં આ જાહેરનામું લગ્નના વરઘોડાને, અને સ્મશાન યાત્રાને પણ લાગુ પડશે નહિ.

ઉપરાંત ચૂંટણી માટે મતદાર યાદીમાં નોંધાયેલ માન્ય મતદારોની મતદાન સમયેની હરોળ ને પણ આ જાહેરનામું લાગુ નહિ પડે. તેમજ પોલીસ અધિક્ષકશ્રી અથવા તેમણે અધિકૃત કરેલ અધિકારીશ્રીએ અને ચુંટણી અધિકારી અગર મદદનીશ ચૂંટણી અધિકારીએ અથવા અન્ય અધિકૃત અધિકારીએ અધિકૃત કરેલ વ્યકિતઓને આ જાહેરનામું લાગુ નહિ પડે.

આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ ની કલમ-૧૩૫(૩) મુજબ સજાને પાત્ર થશે

Related posts

Leave a Comment