ગીર સોમનાથ જિલ્લાનાં ૦૬ ગામોમાં સામૂહિક સ્વચ્છતા સંકુલના નિર્માણ માટે રૂા.૧૭.૮૯ લાખ મંજૂર

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ 

ગીર-સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલેના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત કચેરી, ઇણાજ ખાતે જિલ્લા સુખાકારી સમિતિની બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના ૦૬ ગામોમાં એસ.બી.એમ. યોજના હેઠળ રૂા. ૧૭.૮૯ લાખના કામોની વહિવટી મંજુરી આપવામાં આવી છે.

આ યોજના હેઠળ તાલાળા તાલુકાના આકોલવાડી, સુરવા, ઘુસીયા, રમળેચી, ધ્રામળવા અને વિઠલપુર ગામોમાં સામુહિક સ્વચ્છતા સંકુલનું નિમાર્ણ કરવામાં આવશે. ગામ દીઠ રૂા. ૨.૯૮ લાખના ખર્ચે નિર્માણ પામનાર સ્વચ્છતા સંકુલમાં જિલ્લા વિકાસ અધિકારીએ પર્યાપ્ત માત્રમાં પાણીની સગવડ હોય તેવી જગ્યાએ તેમજ નિભાવણી અને જાળવણી સહિતની બાબતો ધ્યાનમાં રાખી જાહેર સ્થળો પર બાંધકામ થાય તેવી કાળજી રાખવા  સૂચના આપી હતી.       

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એસ.જે.ખાચર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી  ડો.એચ.એચ. ભાયા, જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી ડો.એચ.કે.વાજા, વાસ્મો યુનિટ મેનેજર એન.એસ.જાદવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment