“મોબાઈલ ટુ સ્પોર્ટ્સ” અંતર્ગત ગાયન અને વાદન સ્પર્ધા યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

      મુખ્યમંત્રી દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૦ના રોજ ગુજરાતનાં યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેક્નોલૉજીના વપરાશ સાથેના અભિગમથી “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ”ના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોના (કોવિડ-૧૯)ની મહામારીના વિષમ સંજોગોમાં ફેસબૂક, વોટ્સ એપ, ઇન્સ્ટાગ્રામ તથા વિડીયો ગેમ્સ જેવી પ્રવૃત્તિઓમાં અત્યંત કીમતી સમય વેડફતા યુવાધનની હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમત ગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા એ સામાની તાતી જરૂર છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારશ્રીએ વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ”ની નવી યોજના મંજૂર કરેલ છે. આ યોજનાને “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ” ફેસબૂક પેજ, યુ ટ્યુબ ચેનલ, રેડિયો ક્વિઝ, ચિત્ર સ્પર્ધા, ટેલીવિઝન તેમજ સોસિયલ મીડિયા સંબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ સ્પર્ધકોની વિગતો, ઓડિયો/વિડીયો ક્લિપ રજૂ કરી યુવાનોને રમત ગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે.

    આ હેતુને સૂચારૂ પાર પાડવા રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા રમત ગમત અધિકારી કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ભાવનગર દ્વારા સંયુક્ત રીતે ગાયન અને વાદન સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે જેમાં “ગાયન (સુગમ સંગીત, લગ્નગીત, શાસ્ત્રીય કંઠય સંગીત (હિન્દુસ્તાની), લોકગીત/ભજન)” સ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમાં ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના જુદા જુદા વયજુથ પ્રમાણે કલાકારો ભાગ લઈ શકશે. જેમાં ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ અને ૬૦ થી ઉપરના (ઓપન વયજુથ) સ્પર્ધકો ભાગ લઈ શકશે. આ સ્પર્ધાનો વિડીયો ક્લિપ નિયમોનુસાર તૈયાર કરી. તા. ૧૯/૦૭/૨૦૨૧ થી ૧૧/૦૮/૨૦૨૧ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, એનેક્ષી બિલ્ડીંગ, જી-૨, ભાવનગર ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીને પહોચતી કરવાની રહેશે. જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ. ૧૦૦૦/- દ્વિતીય વિજેતાને રૂ. ૭૫૦/- તેમજ તૃતીય વિજેતાને રૂ. ૫૦૦/- ઈનામ આપવામાં આવશે.

    રાજ્યકક્ષાની સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ. ૨૫,૦૦૦/- દ્વિતીય વિજેતાને રૂ. ૧૫,૦૦૦/-, તૃતીય વિજેતાને ૧૦,૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ. ૫,૦૦૦/- (પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે.

   સ્પર્ધા અંગેના તમામ નિયમો કચેરીના બ્લોગ એડ્રેસ – dsosportsbvr.blogspot.com પરથી અને કચેરી પરથી મેળવી શકાશે. અને આ અંગેની વધુ માહિતી – http://www.facebook.com/mobile2sports ફેસબૂક પેજ તેમજ યુ ટ્યુબ ચેનલની લિન્ક – http://www.youtube.com/channel/UCzsiROvtHpN4rKensUaz-g પરથી પણ મેળવી શકાશે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment