વેરાવળ શહેરમાં વિરોધ પ્રદર્શન યોજાયેલ

હિન્દ ન્યુઝ, વેરાવળ 

       વર્તમાન સમય મા દેશની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. મોંઘવારી એ ખૂબ ઊંચા પ્રમાણમાં વ્યાપક છે અને કૂદકે ને ભૂસ્કે મોંઘવારી વધી રહી છે. ખાદ્ય ખોરાકી ના ભાવ ખૂબ ઊંચું છે જેથી મધ્યમ વર્ગીય લોકોનું જીવન બરબાદ થઈ રહ્યું છે. લોકો ખોરાક, દવા, શિક્ષણ ની ફી મા માટે ખૂબ પરેશાન છે.લોકડાઉન હોવા છતાં સ્કુલ ,કોલેજ ની ફી મા સરકાર કોઈપણ પ્રકારની રાહત આપી રહી નથી જ્યારે પેટ્રોલ-ડીઝલ ના ભાવ 100 ને પર થવાના છે અને લોકો આ મોંઘવારી થી ખૂબ પરેશાન છે તો આ બાબતે સમગ્ર ગુજરાત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી વિરોધ પ્રદર્શન નું કાર્યક્રમ આપેલ તેના સઁદર્ભ વેરાવળ શહેરમાં પણ વિરોધ પ્રદર્શન યોજાયેલ હતું. જેમાં કોંગ્રેસી આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહેલ હતા.

રિપોર્ટર : મો.સઈદ મહિડા  વેરાવળ

Related posts

Leave a Comment