હિન્દ ન્યુઝ, ભાવનગર
ગુજરાત સરકારના હુકમની જોગવાઈ અનુસાર રાજ્યના ૧૮ શહેરોમાં નિયત વ્યાપારીક એકમોના માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ ઉક્ત વ્યાપારીક એકમોની કામગીરી સાથે સંકળાયેલ અન્ય તમામ વ્યક્તિઓએ તા.૩૦-૬-૨૦૨૧ સુધીમાં વેકસીનનો પ્રથમ ડોઝ લેવાં અંગેનું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ભાવનગર શહેરના સમગ્ર વિસ્તાર માટે પ્રસિદ્ધ કરવામાં આવેલ.
રાજ્ય સરકારના ગૃહ વિભાગના તા.૩૦-૬-૨૦૨૧ના હુકમથી રાજ્યના ૧૮ શહેરોમાં હુકમના પારમાં ફેરફાર કરી વેકસીનનો પ્રથમ ડોઝ લેવાની સમયમર્યાદા તા.૧૦-૭-૨૦૨૧ સુધી લંબાવવામાં આવેલ છે તેમજ અન્ય જોગવાઈઓ યથાવત રાખવામાં આવેલ છે તેમ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામામાં જણાવાયું છે.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી