અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના માણેકવાડા પોલીસ ચોકીએ પોલીસ બંદોબસ્ત

હિન્દ ન્યૂઝ, બગસરા

અમરેલી જિલ્લાના બગસરા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા આજરોજ માણેકવાડા પોલીસ ચોકીએ વાહન ચેકિંગ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. માણેકવાડા પોલીસ ચોકીએ જુનાગઢ તરફથી આવતાં દરેક વાહનો તેમજ જેતપુર રોડ પરથી આવતા દરેક વાહનોનું સદંતર ચેકિંગ કરવામાં આવતું હતું.

દરેક વાહન ચાલકોને અને વાહનોને સરકારી ગાઈડ લાઈન મુજબ ચાલે છે કે કેમ તેની તપાસ કરવામાં આવતી હતી. આ બંદોબસ્ત મા બગસરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એચ કે મકવાણા ના માર્ગદર્શન હેઠળ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ બંદોબસ્ત માં ટ્રાફિક પોલીસ ગામ રક્ષક દળ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવ્યું હતું.

રિપોર્ટર : મનજી પરમાર, બગસરા

Related posts

Leave a Comment