માંગરોળ તાલુકાનાં પાલોદ ગામે દોઢ વર્ષની બાળકીને તરછોડી અજાણ્યો યુવક મોટરસાયકલ પર ફરાર

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)

માંગરોળ તાલુકાનાં પાલોદ ગામે દોઢ વર્ષની બાળકીને તરછોડી અજાણ્યો યુવક મોટર સાયકલ પર ફરાર થઈ ગયો હોવાનો બનાવ બન્યો છે. મોટર સાયકલ ઉપર એક અજાણ્યો યુવક દોઢ વર્ષની બાળકીને લઈને માંગરોળ તાલુકાનાં પાલોદ ગામે આવી ગામનાં કેટલાંક વિસ્તારોમાં ફરીયો હતો. ત્યારબાદ ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ પાલોદ ગ્રામ પંચાયત કચેરીનાં પાછળના ભાગે બાળકીને તરછોડી અજાણ્યો મોટરસાયકલ ચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની ગ્રામજનોએ પાલોદ આઉટ પોલીસન ચોકીને જાણ કરતાં, પોલીસ ઘટનાં સ્થળે દોડી આવી હતી અને બાળકીનો કબ્જો લીધો હતો. પોલીસે આસપાસના CCTV નાં કુટેજો મેળવી તપાસ શરૂ કરી છે. કોસંબા પોલીસે બાળકીને બાળગૃહમાં મોકલવાની તજ વીજ શરૂ કરી છે. આ અજાણ્યો યુવક કોણ હતો ?ક્યાંનો હતો ? આ બાળકી કોની છે ? યુવક બાળકીને તરછોડી ને કેમ ફરાર થઈ ગયો ? આવા અનેક પ્રશ્નો પોલીસ માટે એક પડકારની સાથે તપાસનો વિષય બન્યો છે.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment