હોસ્પિટલમાં પશુ લાભાર્થે લાખામાચી રોડ પર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

હિન્દ  ન્યૂઝ, થાનગઢ

થાનગઢ પાંજરાપોળ માં કાર્યરત મેડિકલ હોસ્પિટલ માટે હાઇડ્રોલિક પશુ એમ્બુલન્સના લાભાર્થી એકદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં થાનગઢ લાખામાચી રોડ પર આવેલ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાન જીવદયા ગૃપ દ્વારા કરવામાં આવ્યું છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટથી થનાર આવક પશુ એમ્બુલન્સ ના ખર્ચમાં વાપરવામાં આવનાર હોવાનું જીવદયા પ્રેમીઓએ જણાવ્યું છે. આથી આ ટુર્નામેન્ટમાં સહભાગી બનવા લોક અપીલ કરવામાં પણ આવી છે.

રિપોર્ટ : જયેશ મોરી, થાનગઢ

Related posts

Leave a Comment