ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા માણાવદર ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ હતી

હિન્દ ન્યૂઝ, માણાવદર

           ભારત વિકાસ પરિષદ માણાવદર શાખા દ્વારા સરકારી ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદી જુદી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં માણાવદર, ધોરાજી, જેતપુર, જૂનાગઢ, સોમનાથ અને કેશોદ એમ કુલ ૬ શાખા એ ભાગ લીધેલો હતો. આ ૬ ટીમો વચ્ચે વહેલી સવારથી જ જુદી જુદી ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ફાઇનલ મેચ સોમનાથ ટીમ અને ધોરાજી ટીમ વચ્ચે રમાઈ હતી.

         ધોરાજી સામે સોમનાથ ટીમે ભવ્ય વિજય મેળવ્યો હતો. સોમનાથ ટીમના કપ્તાન અને ખેલાડીઓ ને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ક્રિકેટ ટુર્નામેન્ટ નિહાળવા બહોળી સંખ્યામાં લોકો આવ્યા હતા અને મેચ નિહાળવાનો અનેરો લ્હાવો લીધો હતો. આ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભારત વિકાસ પરિષદ માણાવદર દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, માણાવદર

Related posts

Leave a Comment