દિયોદર રામપુરા (ધુ) પગાર કેન્દ્ર શાળા ખાતે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન નું સન્માન કરાયું

હિન્દ ન્યૂઝ, દિયોદર

           આજ રોજ રામપુરા(ધુ) પગારકેન્દ્ર શાળા ખાતે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ બનાસકાંઠાના ચેરમેન નરસિંહભાઈ દેસાઈ નો સન્માન કાર્યક્રમ સેન્ટર રામપુરા (ધુ) પગાર કેન્દ્ર શાળાના ખાતે તમામશાળા ના આચાર્યઓ અને શિક્ષકો દ્વારા યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે નું મુમેન્ટ અને સાલ હોઠાળી ને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સેન્ટર શાળાના આચાર્ય અશોકભાઈ નાઈ, ધુણસોલ આચાર્ય પ્રેરકભાઈ પટેલ માનપુરા આચાર્ય દીપકભાઈ પટેલ, ગોકુળપુરા આચાર્ય ભોમાજી ઠાકોર, નવાપુરા આચાર્ય ખેમાજી માળી, કાલુપુરા આચાર્ય કનુભાઈ રાવલ, ગંભીરપુરા આચાર્ય વિનોદભાઈ પટેલ તથા નોખા શિક્ષક પુંજુભા સોલંકી અને શિક્ષકઓ એ ઉપસ્થિત રહીને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે ચેરમેન નરસિંહભાઈ દેસાઈ એ તમામ ને આ વિસ્તારમાં બાળકો ઉત્તમ શિક્ષણ મેળવે એ અંતર્ગત વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment