હિન્દ ન્યૂઝ, નર્મદા
ઈનરેકા સંસ્થાન નર્મદા હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર ટીંબાપાડા અને અનુબેન ઠક્કર પ્રેરીત મુનિ સેવા આશ્રમ કૈલાશ હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર ગોરજ ના સંયુક્ત ઉપક્રમે 2021ના નવા વર્ષથી દર માસના બીજા શનિવારે તા.9/1/2021થી સિકલસેલ ને લગતી તમામ બીમારીઆે થી પીડિત દર્દી આે ને નિષણાંત તબીબો દ્વારા તપાસ અને સારવાર શરુ કરવામાં આવી છે. જેમા ટીંબાપાડા ઈનરેકા સંસ્થાન ખાતે સવારે 10.00 થી બપોરના 2.00 વાગ્યા સૂધીમા 55 જેટલા દર્દી એ લાભ લીધો. આ પ્રંસગે સંસ્થા ના પ્રમુખ ડૉ. વિનોદભાઈ એમ કૌશિકે જણાવ્યુ હતુ કે ડેડીયાપાડા અને સાગબારા તાલુકાના ડુંગર વિસ્તાર ના ગામોમાં સિકલસેલ જેવા રોગ થી પીડિતા દર્દી આે માટે આ હોસ્પિટલ આશિર્વાદ રુપ સાબિત થશે. આ શુભારંભ પ્રસંગે ઈનરેકા સંસ્થા ના વડા, ડૉ. વિનોદ કુમાર અેમ કૌશિક, મૂનિ સેવા આશ્રમ ગોરજના હિમેટોલોજીસટ, બોનમેરા, ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન એવા ડૉ. શૈલેષ લવાના, શ્રીમતી માયારાની કૌશિક અને સેવા કાર્ય સાથે સંકળાયેલા રામકિશોર ભાઈ પટેલ, નર્મદા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર ના કાર્યકર ડૉ. મોનિક વસાવા, ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમારંભમાં સમગ્ર સંચાલન ગોપાલસિંહ શ્રત્રિય કરેલ.
રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, નર્મદા
