હિન્દ ન્યૂઝ, આણંદ
તા. ૭/૧/૨૧, પ્રકાશસિંહના આઈફોન કબ્જે લઈ એફએસએલ અને અન્ય ટેક્નિકલ એકસપર્ટની મદદથી મહત્વની કડીઓ મેળવી
એસીબી કચેરીના ટોલ ફ્રી નંબર 1064 અથવા પ્રકાશસિંહ વિરૂધ્ધ માહિતી આપવા અપીલ.
ખંભાત ખાતર કૌભાંડમાં ભ્રષ્ટાચારની ખેડ કરતા ઝડપાયેલ આરઆરસેલના એએસઆઈ પ્રકાશસિંહ ઉપર એસીબી સિકંજો તંગ બન્યો છે. ભ્રષ્ટાચારની ભાગ બટાઈ કરતા પ્રકાશસિંહના વહીવટદારોની ઓળખ કરી તેઓને પણ એસીબીએ તેંડુ મોકલી ખબર લીધી હોવાના અહેવાલ મળ્યા છે. મહત્વનું છે કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પ્રકાશસિંહે ઉપરના અધિકારીઓ સાથે મેળાપીપણું કરી કરોડોનો ભ્રષ્ટાચાર આચાર્યો છે.
એક પ્રકારે તે રેન્જ આઈજીના તાબા હેઠળ આવતા તમામ પોલીસ સ્ટેશનોમાં તેના રૂઆબ અને ભ્રષ્ટ ઉઘરાણીઓ માટે ગેંગ જ બનાવી દીધી હોવાની બાબતો ઉઘાડી પડી રહી છે. રાજ્ય એસીબીએ આ લાંચની ઘટનાને અને પ્રકાશસિંહની બદમાશીઓનો કાચો ચિઠ્ઠો ભેગા કરવા જનતાને માહિતી આપવા અપીલ કરી છે. આ માટે એસીબીએ બે નંબર પણ જાહેર કર્યા છે જે ઉપર પ્રકાશસિંહને લગતી કોઇ પણ વિગત કે ફરિયાદ આપી શકાશે.
ખંભાતના ખાતર કૌભાંડમાં આરોપીનું નામ એફઆઈઆરમાં નહી નોંધવા પ્રકાશસિંહે 60 લાખની લાંચની માંગણી કરી હતી. આ લાંચ કાંડમાં 50 લાખની રોકડી ભ્રષ્ટતા કરતા ઝાડપાયેલ અમદાવાદ રેન્જની આરઆર સેલ સ્ક્વોર્ડના પીએસઆઈ પ્રકાશસિંહ રાઓલના બીજી વખતના ચાર દિવસના રિમાન્ડ શુક્રવારે પૂર્ણ થઈ રહ્યા છે. લાંચીયા આઈએસઆઈ કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડ માંગવામાં આવે તેવી માહિતી મળી રહી છે. મહત્વનું છે કે એસીબીએ તેના 10 જેટલા વહીવટદારોને એસીબીએ સકંજામાં લીધા હોવાની ચોંકાવનારી માહિતી પોલીસ ડિપાર્ટમેન્ટમાં ચર્ચાનો વિષય બની છે.
પ્રકાશસિંહના ભ્રષ્ટાચારના હાથા બની કામ કરતા આ તત્વોને પાસેથી મહત્વની કહી શકાય તેવી વિગતો મેળવવા એસીબીને સફળતા મળી હોવાના અહેવાલો મળી રહ્યા છે. ભ્રષ્ટ ઉપરી ઓફિસરો નો ચહેરો બની ભ્રષ્ટતા આચરતો એએસઆઈ પ્રકાશસિંહના રીમાન્ડમાં એસીબીને કેટલીક મહત્વની વિગતો પ્રાપ્ત થઈ છે. રેન્જ આઈજીના વહીવટદાર નો રોફ હાંકતા એએસઆઈ પ્રકાશસિંહ ના આઈફોન કબ્જે લઈ તેને એફએસએલ અને અન્ય ટેક્નિકલ એકસપર્ટની મદદથી મહત્વની કડીઓ મેળવી છે.
આઈજીના ખાસ માણસનો ડોળ કરી રોફ હકતો અને હપ્તા ઉઘરાવતો પ્રકાશસિંહની કરમકુંડળી બહાર પડી ગઈ છે. જેને લઈ વધુ તપાસ માટે શુક્રવારે એસીબી તેના વધારાના રિમાન્ડ માંગી શકે છે. પ્રકાશસિંહનો પુત્ર હાલમાં અમેરિકાના શિકાગોમાં અભ્યાસ કરી રહ્યો છે અને તેની ફી પ્રકાશસિંહે ભરી છે ત્યારે પ્રકાશસિંહે તેના પુત્રની ફી અને અમેરિકાનો ખર્ચો કેવી રીતે ચુકવ્યો તેમજ પ્રકાશસિંહ પણ અમેરિકા સહિત ત્રણ દેશોનો પ્રવાસ કર્યો છે.
જેથી એસીબી દ્વારા તેનો પાસપોર્ટ કબ્જે કરવાની દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આણંદ અને નડિયાદ સહિતના કેટલાક વિસ્તારોમાં પ્રકાશસિંહની પજવણીથી પીડિત વ્યક્તિઓ અને કર્મચારીઓએ પણ એસીબીના ફોન નંબર ઉપર ખૂબ મહત્વની વિગતો આપી હોવાની માહિતી છે.
મહત્વનું છે કે એસીબીના તપાસ અધિકારી પીઆઈ એ. પી. ચૌધરી દ્વારા લાંચીયા એએસઆઈ પ્રકાશસિંહ અંગે જાહેર જનતા પાસે જો કોઈ વધારાની માહિતી હોય અથવા તેને અન્ય કોઈ લોકોને શિકાર બનાવીને તેની પાસેથી મોટી રકમ પડાવી હોય અથવા કોઈ ભ્રષ્ટાચારમાં સંડોવાયો હોવાની વિગતો હોય તો તે એસીબી કચેરીના ટોલ ફ્રી નંબર 1064 અથવા ફોન નં. 079922866772 અથવા મો.નં.9099911055 ઉપર આપવા અપીલ કરી છે.
રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, ખેડા