દાહોદ જીલ્લા ના દેવગઢ બારીયા ના નાની ઝરી ના સરપંચ ની સાથગાથ થી કુલદીપ હોટલ ની પાછળના ભાગ ની જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર પથ્થર ની ચોરી

હિન્દ ન્યૂઝ, દેવગઢ બારીયા

                                    દાહોદ જીલ્લા ના દેવગઢ બારીયા ના નાની ઝરી ના સરપંચ ની સાથગાથ થી કુલદીપ હોટલ ની પાછળના ભાગ ની જંગલ વિસ્તારમાં થી ગેરકાયદેસર બોલડર પથ્થર ની ચોરી કરતા ટેકટર ઝડપાયુ. ટેકટર Gj 20 B 6042, જેનો ટોલી નં. Gj 20 u 8874, જેના માલિક હિમ્મતસિંહ છે. નાની ઝરી ગામ ના સરપંચ ની સાથગાથ થી કરવામાં આવ્યું હોય તેમ લોકમુખે ચર્ચાય રહ્યું છે. તે જંગલ વિસ્તાર માંથી ગેરકાયદેસર પથ્થર ની ચોરી કરતા વનવિભાગ ના અધિકારીઓ એ ઝડપી પાડી ને કાયદેસર ની કાયૅવાહી હાથધરી.

જો આની વનવિભાગ ના અધિકારી દ્વારા ખોદકામ કરતાં સ્થળની ચકાસણી કરવામાં આવે તો મોટા પ્રમાણમાં કૌભાંડ બહાર આવે તેમ જણાય રહ્યું છે. કેટલા સમય થી આવું ચાલી રહ્યું હશે ? એ ની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

રિપોર્ટ : અનસ ટુણીયા, દેવગઢ બારીયા

Related posts

Leave a Comment