હિન્દ ન્યુઝ, દાહોદ વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને સાકાર કરતાં દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ‘મા બ્રહ્માણી કુંભારી કામ કલાગીરી WSHG સખી મંડળ’ની બહેનોએ માટીકામની પરંપરાગત કળાને આજીવિકાનું એક સશક્ત માધ્યમ બનાવ્યું છે. વર્ષ ૨૦૧૩થી કાર્યરત આ સખી મંડળની ૧૧ મહિલાઓએ પોતાની મહેનત અને કલાગીરીના જોરે આર્થિક આત્મનિર્ભરતા મેળવીને સમાજ માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સખી મંડળની બહેનો દ્વારા માટીમાંથી અત્યંત આકર્ષક અને ગુણવત્તાયુક્ત વાસણો બનાવવામાં આવે છે. જેમાં પરંપરાગત કોડિયા, માટલા, ઘડા અને કુલડી ઉપરાંત આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને માટીની પાણીની બોટલ, હાંડલી,…
Read More