કોલંબોઃ શ્રીલંકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષેએ કહ્યું છે કે બમ્બનટોટા બંદરને 99 વર્ષ માટે ચીનને ભાડાપટ્ટે (લીઝ) પર આપવું તે સરકારની ભૂલ હતી. આ સમજૂતી પર ફરી વખત વાતચીત થઈ રહી છે. રોકાણ માટે લોનનો નાનો હિસ્સો આપવો તે અલગ વાત છે, પરંતુ રણનીતિની દ્રષ્ટિએ તે એક આર્થિક બંદર છે, જે આ રીતે આપી દેવું બિલકુલ ખોટી વાત છે. તેના પર અમારું નિયંત્રણ હોવું જોઈએ. શ્રીલંકાને આપવામાં આવેલ લોનની ભરપાઈ નહીં કરી શકતાં વર્ષ 2017માં ચીને હમ્બનટોટા બંદરગાહને પોતાના અધિકાર હેઠળ લઈ લીધું હતું. રાજપક્ષેએ કહ્યું હતું કે શ્રીલંકાને એક તટસ્થ…
Read MoreMonth: November 2019
હોંગકોંગમાં લોકતંત્ર સમર્થકોની જીત પર સરકાર વિફરી, મીડિયાએ કહ્યું- મતદાન તોફાનીઓની ભેટ ચડ્યું
બેજિંગ: હોંગકોંગમાં ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ જ્યાં એક તરફ લોકોમાં ખુશીનો માહોલ છે તો બીજી તરફ ચીન આ પરિણામો પર લાલઘૂમ છે. ચીનના મીડિયાનું કહેવું છે કે લોકતંત્ર સમર્થકોને જીત એટલા માટે મળી કારણ કે લોકોમાં તેમનો ડર હતો. ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆએ કહ્યું છે કે આ મતદાન તોફાનીઓની ભેટ ચડી ગયું છે. હોંગકોગમાં સોમવારે જાહેર થયેલા જિલ્લા પરિષદની ચૂંટણીના પરિણામોમાં લોકતંત્ર સમર્થક ઉમેદવારોને 452માંથી 390 સીટ પર જીત મળી . આ કુલ સીટોનું લગભગ 86 ટકા છે. વોટીંગમાં પણ હોંગકોંગના લોકોએ હોંશપૂર્વક ભાગ લીધો હતો. 2015ના 14.7 લાખ…
Read Moreભારતમાં દવાઓ દુનિયાના સરેરાશ ભાવ કરતા 73% સસ્તી, બ્રિક્સ દેશોમાં સૌથી ઓછી; અમેરિકામાં કિંમતો સૌથી વધારે
નવી દિલ્હીઃ ભારતમાં લોકોને દવાઓ પર દુનિયાના સરેરાશ કરતા અંદાજે 73% ઓછો ખર્ચો કરવો પડે છે. એક સ્ટડી પ્રમાણે, ભારતમાં સસ્તી દવાઓ અપાવવાના મામલામાં દુનિયાના 5 ટોચના દેશોમાં સામેલ છે. જ્યાં ભારતમાં દુનિયાના સરેરાશથી 73.80% સસ્તી દવાઓ મળે છે, ત્યાં થાઈલેન્ડમાં દવાઓ વૈશ્વિક સરેરાશ કરતા અંદાજે 93.93% સસ્તી પડે છે. આ કિંમતો દુનિયામાં સૌથી ઓછી છે. ત્યારબાદ કેન્યા (93.76%)બીજા નંબરે , મલેશિયા (90.80%) ત્રીજા નંબરે અને ઈન્ડોનેશિયા(90.23%) ચોથા નંબર પર છે. બ્રિક્સમાં સાથી દેશો(બ્રાઝિલ, રશિયા, ચીન અને દક્ષિણ આફ્રીકા)ની તુલનામાં પણ ભારતમાં દવાઓ સૌથી સસ્તી છે. ઈંગ્લેન્ડના લંડન અને જર્મનીના બર્લિન…
Read Moreસબરીમાલામાં પ્રવેશ માટે તૃપ્તી દેસાઈ કેરળ પહોંચી, પહેલાં મંદિર પહોંચેલી બિંદૂ પર મરચાનો પાવડર ફેંકાયો હતો
કોચ્ચી: મહારાષ્ટ્રની સામાજિક કાર્યકર્તા તૃપ્તી દેલાઈ સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે મંગળવારે સવારે કેરળના કોચ્ચી એરપોર્ટ પહોંચી છે. તેમની સાથે આ વર્ષે જાન્યુઆરીમાં સબરીમાલા મંદિરમાં દર્શન કરી ચુકેલી બિંદુ અમ્મિન પણ છે. પોલીસ કમિશનર ઓફિસ બહાર બિંદુના ચહેરા પર અજ્ઞાત વ્યક્તિએ મરચાંનો પાવડર ફેંક્યો હતો. 16 નવેમ્બરે મંડિરના કપાટ મંડળ પૂજા ઉત્સવ માટે ખોલવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે 2018માં દરેક ઉંમરની મહિલાઓને મંદિરમાં પ્રવેશ આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે આ નિર્ણયમાં પુન:વિચાર માટે દાખલ કરવામાં આવેલી અરજી પર 7 જજની બેન્ચ ચુકાદો આપશે. ભૂમતા બ્રિગેડના સંસ્થાપક તૃપ્તીએ કહ્યું, આજે સંવિધાન દિવસ…
Read Moreઅગાઉ સેના, સુરક્ષા દળો પર હુમલો કરનાર હિજબુલના 2 આતંકવાદી માર્યા ગયા
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળોએ હિજબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીને ઠાર કર્યા છે. આ અથડામણ સોમવારે રાત્રે શરૂ થઈ હતી, જે મંગળવાર સુધી ચાલી હતી. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ ફરહાન-નૈરા અને ઈરફાન રાથન તરીકે કરવામાં આવી છે. તે નૈરા રિયાઝનો સહયોગી હતો. તે વર્ષ 2016થી કાશ્મીરમાં સક્રિય હતો. સેનાએ તેને “એ” શ્રેણીમાં આતંકવાદી જાહેર કર્યો હતો. રાથર 2017થી આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હતો. બન્ને આતંકવાદી સુરક્ષા દળો પર હુમલો કરવા સંડોવાયેલા હતા. Source: Divya Bhaskar (For Testing Purpose)
Read Moreબંધારણની રચનાને આજે 70 વર્ષ પૂર્ણ થયા, સમયાંતરે 100થી વધુ સુધારા સાથે વધુ સશક્ત બન્યુ
આઝાદી પછી ભારતના બંધારણની રચના અને અમલીકરણની દ્રષ્ટિએ ઈતિહાસમાં 26મી નવેમ્બર અને 26મી જાન્યુઆરી ખાસ દિવસ છે. ડો. ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં ભારતીય બંધારણની રચના માટે સમિતિની રચના કરવામાં આવી હતી. વિશ્વભરના અનેક દેશોના બંધારણોનો ઝીણવટભર્યો અભ્યાસ કરી, લંબાણપૂર્વકની બેઠકો, ચર્ચા વિચારણા તથા સંશોધન બાદ ભારતે વિશ્વના સૌથી મોટા લેખિત બંધારણની રચના કરી હતી. આ નવા બંધારણને 26મી નવેમ્બર, 1949ના રોજ બંધારણ સભાએ મંજૂરી આપતા 26મી નવેમ્બરના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એ જોતાં ભારતના બંધારણને આજે 70 વર્ષ પૂર્ણ થાય છે. આ બંધારણનો અમલ 26મી જાન્યુઆરી,1950થી કરવામાં આવ્યો…
Read More