જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એસએમસી પાર્ટી પ્લોટ- ઉમરા ખાતે નવરાત્રિ મહોત્સવમાં કાનૂની લીગલ હેલ્પ ડેસ્ક: તા.૨૦મી વિનામૂલ્યે કાનૂની સલાહ અને માર્ગદર્શન

હિન્દ ન્યુઝ, સુરત     એસએમસી પાર્ટી પ્લોટ, ઉમરા ખાતે આયોજિત નવરાત્રિ મહોત્સવમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-સુરત દ્વારા કાનૂની લીગલ હેલ્પ ડેસ્ક અને જાગૃત્તિ સ્ટોલ ઉભો કરાયો છે. જેમાં તા.૨૦ ઓક્ટો. સુધી કાનૂની માર્ગદર્શન મેળવી શકાય છે. અહીં સ્ટોલ નં.૧૪ માં ગરબામાં આવતા શહેરીજનોને એડવોકેટ ભરત પંડિત દ્વારા વિનામૂલ્યે કાનૂની સલાહ અને માર્ગદર્શન આપવામાં આવે છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર એડવોકેટ પ્રીતિ જોષીએ સ્ટોલની મુલાકાત લઈ મુલાકાતીઓને પેમ્પલેટ વિતરણ કર્યા હતા. એડવોકેટ સંગીતા ખુંટનો પણ આ સ્ટોલમાં સહયોગ રહ્યો છે. 

Read More

જિલ્લા કલેક્ટર કચેરી દાહોદ ખાતે કલેક્ટર સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ  દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરી, તેમજ ચાલુ અને પૂર્ણ થયેલા વિકાસકામોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ કલેક્ટરશ્રીએ નાગરિકો દ્વારા કરવામાં આવતી અરજીઓનો સમયમર્યાદામાં ઉકેલ લાવવા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી. બેઠક દરમિયાન જિલ્લામાં રાશનકાર્ડ ધારકો અને વ્યાજબી ભાવની દુકાનોની સમીક્ષા કરવામાં આવી જેમાં બાકી રહી ગયેલા રાશન કાર્ડ ધારકોની e-KYC ની કામગીરી ઝુંબેશરૂપે પૂર્ણ કરવા અને દરેક રાશન ધારકોને સમયસર અનાજનો જથ્થો મળી રહે…

Read More

બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોળીયાના અધ્યક્ષસ્થાને શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવા કેન્દ્રોનો શુભારંભ કરાયો

હિન્દ ન્યુઝ, બોટાદ           વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “સેવા સંકલ્પ અભિયાન” અન્વયે તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ છેવાડાના શ્રમિકોના કલ્યાણ માટે અને રાજ્યના મકાન બાંધકામ શ્રમિકો માટે શ્રમ, કૌશલ્ય, વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા “શ્રમિક અન્નપુર્ણા બુથ”ની વ્યવસ્થા કરવામાં આવી છે.          જે અંતર્ગત બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પાયલબેન માથોળીયાના અધ્યક્ષસ્થાને શહેરના ટાવર રોડ સ્થિત દેના બેંક વિસ્તારમાં “શ્રમિક અન્નપુર્ણા બુથ”નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજ રોજ રાજ્યના ૨૮ જિલ્લાઓમાં નવા ૧૦૧ ભોજન વિતરણ કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં બોટાદ જિલ્લામાં ૨(બે) કડીયાનાકા…

Read More

આણંદ જિલ્લાના બાગાયતી ખેડૂતો માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે આઈ-ખેડૂત (i-Khedut) પોર્ટલ ખુલ્લુ મુકાયુ

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી કરતા તેમજ નવીન ખેતી કરવા ઈચ્છતા તમામ ખેડૂતોને સરકારશ્રીની બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે આઈ-ખેડૂત (i-Khedut) પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા જણાવાયું છે. જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતા હેઠળની વિવિધ યોજનાઓ જેમ કે, બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ (તમામ જાતિના ખેડૂતો માટે), ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ (તમામ જાતિના ખેડૂતો માટે) તેમજ રાઈઝોમેટીક (આદુ, હળદર) પ્રોત્સાહન કરવાનો કાર્યક્રમ (ફક્ત અનુસૂચિત જાતિના ખેડૂતો માટે) જેવા ઘટકો માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે.…

Read More

આણંદ જિલ્લાના કચલાપુરા ગામે મહિલા ખેડૂત દિવસની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, આણંદ      આણંદ જિલ્લામાં વાસદ સ્થિત ભા.કૃ.અનુ.પ.-ભારતીય મૃદા અને જળ સંરક્ષણ સંસ્થાન (ICAR-IISWC), સંશોધન કેન્દ્ર, વાસદ દ્વારા આણંદ જિલ્લાના કાચલાપુરા ગામે ‘મહિલા ખેડૂત દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.    કાર્યક્રમમાં રાજ્યમાં ખેતી અને ડેરી ક્ષેત્રે મહિલાઓના યોગદાનના મહત્વ વિશે જણાવી મહિલાઓ કેવી રીતે ગૃહકાર્યની સાથે-સાથે શિક્ષણ, સંશોધન, ઉદ્યોગ અને ખેતી જેવાં વિવિધ ક્ષેત્રોમાં સક્રિય રીતે કાર્યરત છે તે વિશે જણાવાયુ હતુ. મહિલાઓને તેમની પસંદગીનાં ક્ષેત્રોમાં જરૂરી શિક્ષણ અને તાલીમ પૂરી પાડવામાં આવે, તો રાષ્ટ્ર નિર્માણમાં તેમનું યોગદાન વધુ ઉજાગર થઈ શકે છે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત…

Read More

ઉમરેઠ તાલુકાના બેચરી ગામે ‘મહિલા કિસાન દિવસ – ૨૦૨૬’ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ઉમરેઠ      “વિકસિત કૃષિ અને વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે પ્રાકૃતિક કૃષિમાં યુવા મહિલા ખેડૂતોની ભૂમિકા” તથા “યુવા મહિલા કિસાન, દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અને મહિલા કૃષિનું સશક્તિકરણ” વિષયને કેન્દ્રમાં રાખીને આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, ઉમરેઠના સંયુક્ત ઉપક્રમે ઉમરેઠ તાલુકાના બેચરી ગામના પ્રગતિશીલ મહિલા ખેડૂત રૂપલબેન પટેલના ખેતર ખાતે ‘મહિલા કિસાન દિવસ – ૨૦૨૬’ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખેતીમાં મહિલાઓના મહત્વપૂર્ણ યોગદાન, પ્રાકૃતિક ખેતી અને તેના મૂલ્યવર્ધન વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતું. ગ્રામીણ મહિલા જૂથો આર્થિક રીતે સધ્ધર…

Read More

આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ: ગરીબી મુક્ત સમાજના નિર્માણ માટે સામૂહિક પ્રયાસો જરૂરી

હિન્દ ન્યુઝ, આણંદ     વિશ્વમાં દર વર્ષે 17 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ ગરીબીની સમસ્યા અંગે વૈશ્વિક સ્તરે જાગૃતિ ફેલાવવાનો, ગરીબ અને વંચિત વર્ગના લોકોના અધિકારોનું રક્ષણ કરવાનો તથા દરેક વ્યક્તિને સન્માનપૂર્ણ જીવન જીવવાની સમાન તક મળે તે માટેના પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો છે. ગરીબી માત્ર આર્થિક સમસ્યા નથી, પરંતુ તે શિક્ષણ, આરોગ્ય, પોષણ, રોજગારી અને જીવનની મૂળભૂત સુવિધાઓ સાથે પણ જોડાયેલી છે. સમાજના દરેક વ્યક્તિને પૂરતું ભોજન, સ્વચ્છ પાણી, રહેઠાણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આરોગ્યની સુવિધા ઉપલબ્ધ થાય ત્યારે જ સર્વાંગી…

Read More

બોરિયાવી નગરપાલિકા દ્વારા ૧૫% વિવેકાધીન ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સની ખરીદી: બોરિયાવી પંથકના દર્દીઓને સમયસર મળશે સારવાર

હિન્દ ન્યુઝ, આણંદ    બોરિયાવી નગરપાલિકા દ્વારા સ્થાનિક નાગરિકોની સુખાકારી અને આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવાના ઉમદા હેતુ ૧૫% વિવેકાધીન યોજના હેઠળ ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાંથી નવી એમ્બ્યુલન્સની ખરીદી કરવામાં આવી જેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવી સેવાથી બોરિયાવી અને તેની આસપાસના વિસ્તારના દર્દીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મોટી સુવિધા પ્રાપ્ત થશે. સરકારી ગ્રાન્ટનો શ્રેષ્ઠ અને પ્રજાલક્ષી ઉપયોગ કરી બોરિયાવી નગરપાલિકાએ ૧૫% વિવેકાધીન યોજના હેઠળના વિકાસના કામોના ભાગરૂપે નગરપાલિકા દ્વારા જનહિતમાં એમ્બ્યુલન્સ ખરીદવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સેવા શરૂ થવાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આકસ્મિક…

Read More

કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કાર્યવાહી: ગણેશ ચોકડી પાસે આવેલ શિવ દુગ્ધાલય પાસેથી રૂપિયા ૨૫ હજારનો દંડ વસુલ કરાયો

હિન્દ ન્યુઝ, આણંદ    કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર જનતાના સ્વાસ્થ્યની સુરક્ષાને પ્રાધાન્ય આપીને કડક ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. બજારમાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા અને નાગરિકોને શુદ્ધ તેમજ સાત્વિક વસ્તુઓ મળી રહે તે સુનિશ્ચિત કરવાની કામગીરીના ભાગરૂપે ગણેશ ચોકડી વિસ્તારમાં આવેલ જાણીતા શિવ દુગ્ધાલય ખાતે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન શિવ દુગ્ધાલયમાંથી ગંભીર બેદરકારી સામે આવી હતી. તપાસણી દરમિયાન સ્ટોરમાંથી એક્સપાયરી ડેટ એટલે કે વપરાશની અવધિ પૂર્ણ થઈ ગઈ હોય તેવી વસ્તુઓ મળી આવી હતી. આવી વસ્તુઓનું…

Read More

ગુજરાતમાં ૧૦૧ નવા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોનો પ્રારંભ: આણંદ જિલ્લામાં ખંભાત ખાતે નવું કેન્દ્ર કાર્યરત થયું

હિન્દ ન્યુઝ, આણંદ    ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમજીવીઓના કલ્યાણ અને તેમને પૌષ્ટિક ભોજન મળી રહે તે હેતુથી અમલી ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’નો આજે રાજ્યવ્યાપી વિસ્તાર કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં આજે કુલ ૧૦૧ નવા કેન્દ્રોના ઉદઘાટનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે આણંદ જિલ્લામાં પણ ખંભાત ખાતે 01 નવા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેનાથી સ્થાનિક બાંધકામ શ્રમિકોને નજીવા દરે ગુણવત્તાયુક્ત ભોજન ઉપલબ્ધ થશે. આણંદ જિલ્લાના ખંભાત ખાતે પોલીસ ચોકીની સામે અને ગવારા ટાવર બજાર પાસે આ નવા કેન્દ્રનું ઉદઘાટન ખંભાત તાલુકા પંચાયતના…

Read More